બંધારણ ઘડવૈયા, સિમ્બોલ ઑફ નોલેજ અને ભારત રત્ન ર્ડો. બાબાસાહેબ આંબેડકરનાં 69મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે આજે માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય, સોનગઢ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે મહેમાનો તેમજ છાત્રાઓએ ડૉ. આંબેડકરની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમના અવિસ્મરણીય યોગદાનને નમન કર્યું. કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ ડૉ. આંબેડકરના વિચારો, સામાજિક ન્યાય, શિક્ષણ અને બંધારણ નિર્માણમાં તેમના અસાધારણ કાર્ય અંગે પ્રકાશ પાડ્યો.
છાત્રાઓએ પણ ડૉ. આંબેડકરનાં સુવચનો તથા તેમની જીવનપ્રેરણાથી પ્રેરાયેલા વિચારો રજૂ કરતાં સમાજ સુધારણા માટે સદૈવ તૈયાર રહેવાની પ્રતિજ્ઞા કરી.
કાર્યક્રમ અંતે સૌએ એકતા, સમાનતા અને શિક્ષણના માર્ગ પર આગળ વધવાનો સંકલ્પ લીધો.
સંસ્થાના પ્રમુખશ્રી શશીકાંતભાઈ ભોજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
કાર્યક્રમનું સંચાલન હંસાબેન ભોજ દ્વારા કરાયું હતું.
બંધારણ ઘડવૈયા, સિમ્બોલ ઑફ નોલેજ અને ભારત રત્ન ર્ડો. બાબાસાહેબ આંબેડકરનાં 69મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય, સોનગઢ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો


















Recent Comments