પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્રારા ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ પગલા લેવા બાબતે હાલ ઝુંબેશ ચાલુ છે. જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં અસામાજીક પ્રવૃતિ કરતા અસમાજીક પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ પગલા લેવા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ/જુગાર, શરીર સબંધી, મિલકત સબંધી, ગેરકાયદેસર માઇનીંગ તેમજ અન્ય વારંવાર ગુનાઓ કરતા ઇસમો કે જેઓ વિરૂધ્ધ છેલ્લા પાંચ વર્ષમાં પાસા અને તડીપાર કાયદા હેઠળ પગલા લેવાયેલ છે તેવા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ૧૩૦ લોકોની અમરેલી પોલીસ હેડ કવાર્ટર ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં આ લોકોને સમજ આપવામાં આવી હતી કે તેઓની ગુનાહિત પ્રવૃતિના લીધે અમરેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતીને અસર થાય કે અશાંતિ ફેલાય તેવી કોઇ પણ ગુનાહિત પ્રવૃતિ ધ્યાને આવ્યે તેઓ વિરૂધ્ધ હાલમાં ચાલુ ઝુંબેશ અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવશે જે બાબતે સુચના આપવામાં આવેલ હતી.તેમજ હાજર રહેલા ઇસમો સાથે ભુતકાળમાં બનેલ બનાવોમાં તેમના અનુભવો અંગે ચર્ચા પણ કરવામાં આવેલ છે. તેમજ આ લોકોએ ગુનાહિત પ્રવૃતિને લીધે પોતાના પરીવારને થયેલ નુકશાન અંગે સમજ આપવામાં આવી હતી અને આ ગુનાહિત પ્રવૃતિથી દુર રહી સુધારો લાવવા બાબતે અમરેલી જિલ્લા પોલીસ દ્રારા સમજ આપવામાં આવેલ હતી. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય તથા ધારી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક જગવીર ગઢવી તથા અમરેલી વિભાગના ઇ.ચા.નાયબ પોલીસ અધિક્ષક.નયના ગોરડીયા તથા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
અસમાજીક પ્રવૃતિમાં સંડોવાયેલ અને પાસા/તડીપારની સજા ભોગવેલ ૧૩૦ ઇસમોને ગુનાહિત પ્રવૃતિથી દુર રહેવા કાર્યવાહી કરતી અમરેલી જિલ્લા પોલીસ

Recent Comments