અમરેલી

લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૪ વર્ષથી ગુમ થયેલ સ્‍ત્રી તથા બે બાળકીઓને શોધી કાઢતી અમરેલી એલ.સી.બી. ટીમ

પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત
રાજય, ગાંધીનગર નાઓેએ રાજયમાં ગુમ /અપહરણ થયેલ વ્યકિતઓને શોધી
કાઢવા માટે તા.૧૮/૧૧/૨૦૨૫ થી તા.૦૨/૧૨/૨૦૨૫ દિન – ૧૫ ની ખાસ
ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હોય, ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી ગૌતમ
પરમાર સાહેબ નાઓએ આ ઝુંબેશ દરમિયાન ભાવનગર રેન્‍જના જિલ્લાઓમા
ગુમ/અપહરણ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ
અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ આ ખાસ ઝુંબેશ અન્વયે અમરેલી
જિલ્‍લામાંથી ગુમ/અપહરણ થયેલ મહિલા/પુરૂષોને શોધી કાઢવા અમરેલી જિલ્‍લા
પોલીસને જરૂરી માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી વી.એમ.કોલાદરા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ દ્વારા લાઠી પો.સ્‍ટે. ગુમ જાણવા જોગ નં.
૦૧/૨૦૧૧ તા.૨૩/૦૩/૨૦૧૧ મુજબના કામે ૧૪ વર્ષથી ગુમ થયેલ મહિલા તથા
બાળકીઓને આ ડ્રાઇવ દરમિયાન શોધી કાઢવામાં સફળતાં મેળવેલ છે.
 ગુમ થયેલ સ્ત્રીની વિગતઃ-
મંજુલાબેનના લગ્ન જીવન દરમિયાન પોતાના પતિ સાથે મતભેદ થતા
પોતાની બન્ને પુત્રીઓ સાથે કોઇને કહ્યા વગર ગઇ તા.૧૨/૦૩/૨૦૧૧ ના રોજ જતા
રહેલ હતા. આ અંગે તેના પતિએ લાઠી પોલીસ સ્ટેશન ગુમ જાણવા જોગ નંબર

૦૧/૨૦૧૧ તા.૨૩/૦૩/૨૦૧૧ રજી. કરેલ હતી. આ મંજુલાબેન પોતાના પતિ સાથે
રહેવા માંગતા ન હોય કે તેમની સાથે કોઇ સંબંધ રાખવા માંગતા ન હોય જેથી પોતે
ગુમ થયા અંગે કોઇને જાણ કરેલ ન હતી અને પોતે પોતાની બન્ને પુત્રીઓ સાથે રહેતા
હતા.
એલ.સી.બી. ટીમ દ્રારા ૧૪ વર્ષથી ગુમ થયેલ એક મહિલા તથા બે
બાળકીઓ મળી કુલ – ત્રણ નાઓને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે
શોધી કાઢી ૧૪ વર્ષથી પેન્ડીંગ ગુમ જાણવા જોગનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ
છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી વી. એમ.
કોલાદરા તથા પો.સ.ઇ.શ્રી કે.ડી.હડીયા તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા
પો.સ.ઇ.શ્રી આર.એચ.રતન તથા એ.એસ.આઇ. કનાભાઇ સાંખટ તથા હેડ કોન્‍સ.
રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. અશોકભાઇ સોલંકી દ્વારા
કરવામાં આવેલ છે.

Related Posts