fbpx
અમરેલી

ખાંભા પંથકમાં પવન અને ગાજ વીજ સાથે વરસાદ..

ખાંભા તમેજ ગીર ગામ્ય વિસ્તારમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ખાંભા તેમજ ખાંભા ના નાનુડી , ભાડ , ઇંગોરાળા , ઉમરીયા , તાતણીયા , લાસા, નાના વિસાવદર સહિતના ગામોમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો વરસાદ ના પગલે ઉનાળુ મગ , બાજરી , તલ અને કેરી સહિત ના પાકને ભારે નુકશાન પહોંચ્યું હતું અને ખેડૂતો ચિંતિત બન્યા હતા. ખાંભા – પીપળવા રોડ પર ભારે પવન અને વરસાદ ના કારણે બાવળ નું વૃક્ષ ધરાસાહિ થતા રોડ બ્લોક થયો હતો અને વાહન ચાલકો નું ટ્રાફિક થયું હતું બાદ એક કલાક બાદ સ્થાનિક ખેડૂતો દ્વારા રોડ વચ્ચે પડેલ વૃક્ષ ને કાપી રસ્તો ખુલો કર્યો હતો.
Follow Me:

Related Posts