ધારીમાં સિઝનના પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
ધારીમાં ગાજવીજ સાથે વરસાદે જોરદાર એન્ટ્રી મારી છે, પવનના તેજ સુસવાટા સાથે સાંબેલાધાર વરસાદ વરસી પડ્યો છે જેને લઈ ગામની બજારોમાં ખળખળ પાણી વહી ગયા છે. વરસાદની ધમાકેદાર એન્ટ્રીને લઈ ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી છે હરવર્ષે ભીમઅગીયારસ પર વરસાદ અને વાવણી માટે વલોપાત કરતા કિસાનો આ વર્ષે ઈશ્વરનો પાડ માની રહ્યા છે અને જગતાતને સંતોષ કારક વાવણી લાયક વરસાદ વરસ્યો છે અહીં પ્રસ્તુત વીડિયોમાં વરસાદરૂપી વાવાઝોડાનું સ્વરૂપ આપ સ્વયં નિહાળી શકશો.
Recent Comments