fbpx
અમરેલી

સાવકુંડલાના નાળ ગામે વીજળી પડતા 16 બકરીના મોત, નદીમા પૂર આવ્યું

સાવરકુંડલામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.સાવરકુંડલા પાસે આવેલા નાળ ગામે વીજળી પડતા 16 બકરીના મોત નીપજ્યા છે. ડુંગર પર માલધારી બકરીઓ ચરાવી રહ્યો હતો ત્યારે વીજળી પડી હતી. માલધારીને મોટુ નુકસાન પહોંચ્યું છે. આ અંગે સાવરકુંડલાના મામલતદારે પુષ્ટી આપી છે. આ ઉપરાંત ડુંગરાળ વિસ્તારમાં વરસાદને કારણે નાળ ગામની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું હતું. નદીમાં નવા નીર આવતા લોકોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

Follow Me:

Related Posts