fbpx
અમરેલી

વાવાઝોડાની દેહશત પગલે વહીવટીતંત્રને અમરેલીમાં દુકાનો, ઓફિસો, કોર્પોરેટ બિલ્ડીંગો ઉપરના જાહેરાતના હોર્ડીંગો નજરમાં ના આવ્યા

અમરેલીતંત્રએ કરેલ પ્રિમોનસુન કામગીરી માં દુકાનો, ઓફિસો, કોર્પોરેટ બિલ્ડીંગો ઉપરના જાહેરાતના હોર્ડીંગો નજરમાં ના આવ્યા.
અમરેલીમાં વાવાઝોડાએ દસ્તક દઈ દીધી હોય એમ આજે બપોરે રણશિંગુ ફૂક્યું હતું. સવારથી ખૂબ ગરમી હતી બપોર બાદ અચાનક વાતાવરણમાં ફેરફાર થયો હતો. અને ભારે થી અતિ ભારે પવન ફૂકાવાનો ચાલુ થયો હતો. જોત જોતામાં અમરેલીની જનતાને વાવાઝોડાની પ્રતીતિ થઈ હતી. અમરેલી નગરપાલિકા દ્વારા ચોમાસાની પ્રિમોનસુન કામગીરી પૂરી થઈ ગઈ હોય તેવા બણગાં ફૂકવામાં આવ્યા છે પરતું આજે બપોરે ફૂંકાયેલા ભારે પવને અમરેલી તંત્રની પોલ ખુલ્લી પાડી દીધી છે. અમરેલી શહેરની મધ્યે તેમજ મેઇન રોડ પર આવેલ દુકાનો, ઓફિસો તેમજ કોમર્શિયલ કોમ્પલેકસ ની અગાશીઓમાં મોટા મોટા જાહેરાતના હોર્ડીંગો આવેલા છે તે ઉત્તરવાનું ભૂલી ગયા હોય તંત્રની પોલ ખુલ્લી પડી હતી. હજુ તો ચોમાસુ બેઠું નથી, ભારે પવનને કારણે ઉપર રહેલા હોર્ડીંગો રોડ પર પડશે તો રસ્તા ઉપરથી પસાર થતાં લોકોની જિંદગી જોખમમાં ચોક્કસ મુકાશે. આ માટે તંત્રએ પ્રિમોનસુન કામગીરી પૂરી કરીને બેસી રહ્યા છે તેને બદલે હવે આળસ ખંખેરી આવા જાહેરાતના હોર્ડીંગો પર ધ્યાન આપે કે પછી હરહમેશની માફક કોઈ ઘટના બન્યા બાદ તંત્ર જાગશે તે વિચારવાનું અચૂક રહ્યું.

Follow Me:

Related Posts