fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લામાં ભીમ અગીયારસના તહેવાર પર જુગાર રમતાં ૪૦૮ જુગારીઓને પકડી પાડી કાયદાનો અહેસાસ કરાવતી અમરેલી જિલ્‍લા પોલીસ

સૌરાષ્ટ્ર પ્રાંતમાં ભીમ અગીયારસ ના તહેવાર ઉપર જુગાર રમવાનું ચલણ હોય અને આ જુગારથી ઘણા પરિવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે તો કેટલાક પાયમાલ પણ થતાં હોય છે. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓ દ્વારા જુગારની બદીને સમાજમાંથી દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા અમરેલી જિલ્‍લા પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય અને જુગારીઓને પકડી પાડી તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવા તા.૦૧/૦૬/૨૦૨૦ ના કલાક ૨૨/૦૦ થી તા.૦૩/૦૬/૨૦૨૦ ના કલાક ૮/૦૦* સુધી જુગાર અંગે સ્‍પેશ્યલ ડ્રાઇવ* ગોઠવી ખાસ એક્શન પ્‍લાન તૈયાર કરવામાં આવેલ હોય, જે અન્વયે અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા અમરેલી જિલ્‍લાના જુદા જુદા વિસ્‍તારોમાં જુગાર રમતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર રેઇડો કરી, જુગારીઓને પકડી પાડી તેમની સામે જુગારધારા હેઠળ કડક અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

💫 કરેલ કેસો અને પકડાયેલ જુગારીઓ:-
ડ્રાઇવ દરમ્‍યાન અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા અમરેલી જીલ્‍લાના જુદા જુદા વિસ્‍તારમાં વોચ ગોઠવી જુગાર રમતા ઇસમો ઉપર સફળ રેઇડ કરી જુગારધારા હેઠળ *કુલ ૬૯ કેસો* શોધી કાઢવામાં આવેલ છે અને આ રેઇડો દરમ્‍યાન *કુલ ૪૦૮ જુગારીઓ ને જુગાર રમતાં પકડી પાડવામાં આવેલ છે.

💫 જુગારના મુદ્દામાલની વિગતઃ-
અમરેલી જીલ્‍લાના જુદા જુદા વિસ્‍તારમાં જુગાર રમતા ઇસમો પાસેથી કુલ રોકડા રૂ.૮,૭૫,૫૩૫/- તથા જુગાર રમવા ઉપયોગમાં લેવાયેલ જુગારના સાધનો/સાહિત્ય, વાહનો તથા મોબાઇલ ફોન મળી *કુલ કિં.રૂ.૧૦,૨૯,૨૭૫/- નો જુગારનો મુદ્દામાલ* પકડી પાડવામાં આવેલ છે.

💫 આમ, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્‍લામાં ભીમ અગીયારસના તહેવાર પર જુગાર રમતા જુગારીઓ સામે અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા જુગાર ધારા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts