fbpx
અમરેલી

SRP જવાનોની દર ત્રણ માસે થતી બદલીઓ બંધ કરવા માંગ

સમગ્ર રાજયમાં પોલીસ તંત્રના જવાનો ટાઢ-તડકો-વરસાદ વગેરે મુસીબતો વેઠી રાત-દિવસ પ્રજાની સલામતી માટે ખડેપગે ફરજ બજાવતા હોય છે. રાજ્ય અનામત પોલીસદળના જવાનો પણ પોતાના પરિવાર અને વતનથી સેંકડો કી.મી દૂર રહી નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા હોય છે. આ SRP જવાનોની દર ત્રણ માસે ફરજિયાત બદલી કરવામાં આવે છે. પોતાના પરિવારજનો, કુંટુંબ અને વતનથી દૂર લાંબા સમય સુધી ફરજ બજાવતા હોવાના કારણે તથા ત્રણ માસના ગાળામાં જ બદલી થઈ જતી હોવાના કારણે આ SRP જવાનો વ્યાસનો તરફ ધકેલાઇ જાય છે અને આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરી બેસે છે, જેનાથી આપ વિદિત હશો જ. વળી, દર ત્રાંબ માસે આ SRP જવાનોની બદલી થતી હોય તેઓના પરિવહન વગેરે પાછળ સરકારને મોટી રકમનો ખર્ચ થાય છે . જો આ જવાનોને તેમના વતનમાં કે નજીકના જીલ્લામાં એક જ સ્થળે નિમણુક કરવામાં આવે તો તેમણે અને તેમના પરિવારજનોને મોટી રાહત મળી શકે તેમ છે અને સરકારનો પણ ખર્ચ બચી શકે તેમ છે. મારી જાણ મુજબ, આ બાબતે વિચારણા કરવા અગાઉ સમિતિની રચના કરવામાં આવેલ પરંતુ આજદિન સુધી આ અંગે કોઈ હકારાત્મક નિર્ણય આવી શકેલ નથી.

Follow Me:

Related Posts