fbpx
અમરેલી

અમરેલીમાં કોવિડ-૧૯ના આજે ૩ શંકાસ્પદ કેસ : ૧૧ પોઝિટિવ દર્દી જેમાંથી ૧ નું મૃત્યુ અને ૨ ડિસ્ચાર્જ

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા જિલ્લા વહિવટીતંત્ર સહિત જિલ્લાના આરોગ્ય તંત્ર ખેડપગે સેવા આપી રહ્યું છે. હાલ વિશ્વના અનેક દેશો સાથે ભારતના ઘણા રાજ્યો પણ કોરોનાથી પ્રભાવિત થયા છે, અમરેલી જિલ્લામાં કોરોનાના ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે કોવિડ-૧૯ના શંકાસ્પદ ૩ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા. ૧૧ પોઝિટિવ કવસો માંથી એકનું દુઃખદ અવસાન થયું છે અને ૨ ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. જિલ્લામાં આજદિન સુધીમાં કુલ ૩૪૦ શંકાસ્પદ કેસ નોંધાયા છે જે પૈકી ૩૨૭ શંકાસ્પદ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ૧૧ પોઝિટિવ તેમજ ૩ રિપોર્ટ પેન્ડિંગ છે.

જિલ્લામાં આજરોજ ચેકપોસ્ટ પર ૩૪૪ વાહનોનું ચેકીંગ કરાયું, જ્યારે ૧૨૮૯ મુસાફરો જિલ્લા/રાજ્ય બહારના હતા. સરકારી પરવાનગી વગર જિલ્લામાં પ્રવેશેલા વ્યક્તિઓ ૫૯૭૯ પૈકી ૫૮૩૫ વ્યક્તિઓ સરકારી કોરેન્ટાઇન ફેસિલિટીમાંથી રજા મળી ગઈ છે. તેમજ હાલ ૩૮૬ વ્યક્તિઓને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીના બીજા રાઉન્ડ અન્વયે આશરે ૪ હજારથી વધુ ઘરના કુલ ૨૩ હજારથી વધુ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી કોઈ વ્યક્તિઓને તાવ-શરદી-શ્વાસની તકલીફ જોવા મળી નથી. આજદિન સુધીમાં કુલ ૩૮૨ લોકો સામે હોમકોરેન્ટાઇન ના ભંગ બદલ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે. ઉપરાંત ૨૦૧૯ જેટલી સરકારી તેમજ ખાનગી કચેરીમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts