fbpx
અમરેલી

અમરેલીનાં યુવા અગ્રણી રાજેશ માંગરોળીયાની રાધારમણ ટેમ્‍પલ બોર્ડનાં વાઈસ ચેરમેન તરીકે વરણી

અમરેલીના યુવા સહકારી અગ્રણી રાજેશ માંગરોળીયાની જૂનાગઢ ટેમ્‍પલ બોર્ડના વાઈસ ચેરમેન તરીકે વરણી થતાં સમગ્ર જિલ્‍લાનું ગૌરવ વધેલ છે. સૌરાષ્‍ટ્રના 600 કરતાં પણ વધુ સ્‍વામીનારાયણ મંદિરોનું જયાંથી સંચાલન થાય છે તેવી સંસ્‍થામાં મહત્‍વની જવાબદારી મળી છે. રાજેશ માંગરોળીયા ઉપર વડતાલ પીઠાધિપતિ 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજીની અસીમ કૃપા છે અને તેઓના પ્રતિનિધિ તરીકે જ તેઓ ટ્રસ્‍ટી બન્‍યા બાદ હવે વાઈસ ચેરમેન બનતા સમગ્ર અમરેલી જિલ્‍લાનું ગૌરવ વધેલ છે. આ વરણીને પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી, અમરડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા સહિતનાઆગેવાનો, મિત્રો, શુભેચ્‍છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહયા છે.

Follow Me:

Related Posts