fbpx
અમરેલી

બાબરા તાલુકાના તાઇવદર ગામે વાડી વિસ્‍તારમાંથી જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૧૧,૨૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ શરૂ રાત્રિના *બાબરા તાલુકાના તાઇવદર ગામે* સોમાભાઇ બાવકાભાઇ સોસાની વાડીના ઝુંપડા પાસે લાઇટના અજવાળે જાહેરમાં કેટલાક ઇસમો જાહેરમાં તીન-પત્તીનો પૈસા-પાનાથી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી* નાઓની રાહબરી નીચે *એલ.સી.બી.ટીમે* બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા સાત ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ હોય, આરોપીઓએ જુગાર રમવા ઉપરાંત *સોશ્યલ ડીસ્‍ટન્‍સ નહીં જાળવી, માસ્‍ક નહીં પહેરી, કરફ્યુ સમય દરમ્‍યાન બિનજરૂરી ઘરની બહાર નીકળી જાહેરનામાનો ભંગ* કરેલ હોય, જે તમામ સામે જુગારધારા મુજબ તેમજ જાહેરનામા ભંગ બદલ ધોરણસર કાર્યવાહી કરી *બાબરા પોલીસ સ્‍ટેશન* માં સોંપી આપેલ છે.

💫 *જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમોઃ-*
1️⃣ સોમાભાઇ બાવકાભાઇ સોસા, ઉ.વ.૪૫, રહે.તાઇવદર, તા.બાબરા, જી.અમરેલી.
2️⃣ હનીફભાઇ સોરાબભાઇ જલવાણી, ઉ.વ.૩૨, રહે.તાઇવદર, તા.બાબરા, જી.અમરેલી.
3️⃣ નિલેષભાઇ બાઘાભાઇ ડાંગર, ઉ.વ.૩૭, રહે.તાઇવદર, તા.બાબરા, જી.અમરેલી.
4️⃣ ભગુભાઇ હકુભાઇ સાંખ, ઉ.વ.૪૦, રહે.તાઇવદર, તા.બાબરા, જી.અમરેલી
5️⃣ બશીરભાઇ હબીબભાઇ જલવાણી, ઉ.વ.૨૩, રહે.તાઇવદર, તા.બાબરા, જી.અમરેલી.
6️⃣ તાજખા સાકરખા જલવાણી, ઉ.વ.૫૪, રહે.તાઇવદર, તા.બાબરા, જી.અમરેલી.
7️⃣ જમીયતખાન આરબખાન જલવાણી, ઉ.વ.૬૨, રહે.તાઇવદર, તા.બાબરા, જી.અમરેલી.

પકડાયેલ મુદામાલઃ-
રોકડા રૂ.૧૧,૨૨૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/- મળી *કુલ કિં.રૂ.૧૧,૨૨૦/- નો મુદ્દામાલ. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts