fbpx
અમરેલી

અમરેલી જીલ્લાના ખેડૂતો માટે પાક ધિરાણ ‘નવું-જુનું’ કરવાની યોજના અંતર્ગત ગુજ્કોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીને રૂ. ૧ કરોડનો ચેક અર્પણ કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

કોરોના સંક્રમણે સમગ્ર દેશ જ નહિ પરંતુ સમગ્ર વિશ્વને હચમચાવી મુક્યું છે ત્યારે ઉદ્યોગપતિ થી લઇ રોજબરોજનું કમાઈ ખાતા વ્યક્તિ સુધી તમામ વર્ગના લોકોની હાલત દયનીય છે. ત્યારે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની રૂપાણી સરકાર તરફ થી ખેડૂતોની આવક બમણી કરવાના ઉદેશ્ય સાથે વિવિધ ‘ખેડૂત કલ્યાણકારી’ યોજનાઓ અમલમાં મુકેલ છે. પરંતુ છતાં આજે ખેડૂતો માટે બે-ત્રણ દિવસ માટે પણ ધિરાણ ‘જુનું-નવું’ કરવું ખુબ જ મુશ્કેલ બને છે. ઘણી વખત તો ખેડૂતો બીજા પાસે થી વધુ વ્યાજે પૈસા લઇ ધિરાણને ‘નવું’ કરતા હોય છે અથવા તો ઘણી વખત ખેડૂતોને પોતાના ઉત્પાદનોના ભાવ નીચા હોવાને લીધે પાક વેચી નાખતા હોય છે, કા તો બજાર ભાવે પણ પોતાનું ઉત્પાદન વેચતા હોય છે.

સાંસદશ્રીએ વધુમાં જણાવેલ છે કે, સરકારશ્રી તરફ થી અમલમાં મુકાયેલ સોઇલ હેલ્થ કાર્ડ, કિસાન ક્રેડીટ કાર્ડ થી લઇ વ્યાજ માફી સહીતની તમામ ખેડૂત લક્ષી યોજનાઓમાં અમરેલી જીલ્લો હમેશા અગ્રેસર હોય છે ત્યારે આજે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબ અને ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શન હેઠળ જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. ભરતભાઈ કાનાબાર, નાગરિક બેંકના ચેરમેન શ્રી પી.પી.સોજીત્રા, જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા સહીત સૌ આગેવાનોના સહીયારા પ્રયાસોથી આજે સમગ્ર દેશમાં સૌપ્રથમ અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિતાર્થે પાક ધિરાણને ‘નવું-જુનું’ કરવાની યોજના અમલમાં આવેલ છે.

જે અંતર્ગત આજ તા.૫-૬-૨૦૨૦ના રોજ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ ‘નવુ-જુનું’ યોજનામાં રૂ. ૧ કરોડનો ચેક મધ્યસ્થ બેંક ખાતે ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીને અર્પણ કરેલ હતો. જેમાં (૧) નીલકંઠ કોટન :૧૫ લાખ રૂ. (૨) શુભમ જ્વેલર્સ : ૧૫ લાખ રૂ. (૩) અમર જ્વેલર્સ : ૧૦ લાખ રૂ. (૪) પિયુષભાઈ કાછડીયા : ૧૦ લાખ રૂ. (૫) મુળજીભાઈ પાનેલીયા : ૧૦ લાખ રૂ. (૬) રાજેન્દ્રસિંહ ગોહિલ : ૧૦ લાખ રૂ. (૭) સર્જન કંસ્ટ્રક્શન : ૧૦ લાખ રૂ. (૮) કંકેશ્વરી કંસ્ટ્રક્શન : ૧૦ લાખ રૂ. (૯) કૃણાલ કંસ્ટ્રક્શન : ૧૦ લાખ રૂ. સહીતનાં મિત્રોએ સહકાર આપેલ છે.

અંદાજીત રૂ. ૧ કરોડનાં રીવોલ્વીંગ ફંડ એકત્ર કરવાના આશય સાથે ચાલુ કરવામાં આવેલ આ યોજનામાં ૭ કરોડ જેવું રીવોલ્વીંગ ફંડ એકત્ર થયેલ છે. જેનાથી જીલ્લાના અંદાજીત ૧ લાખ જેટલા ધિરાણકાર ખેડૂતો કોઈપણ પ્રકારનાં વ્યાજ વગર બેંકમાં પોતાનું પાક ધિરાણ ‘નવું-જુનું’ કરી શકશે.

Follow Me:

Related Posts