fbpx
અમરેલી

અમરેલી હોસ્‍પિટલમાં કોરોનાનાં વધુ ર દર્દીઓ જંગ જીતી ગયા

અમરેલીની શાંતાબા જનરલ હોસ્‍પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલ વધુ ર દર્દીઓની તબિયત ઓકે થઈ જતાં તબીબી અને બિનતબીબી સ્‍ટાફ ઘ્‍વારા શુભેચ્‍છા સાથે વિદાઈ આપવામાં આવી હતી. અમરેલીની હોસ્‍પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલ ચાડીયાનાં પુરૂષને રર મે નાં રોજ દાખલ કરવામાં આવ્‍યા હતાઅને નાના જીંજીડાનાં મહિલા પણ રર મેથી સારવાર લઈ રહૃાા હતા અને બન્‍નેની સફળ સારવાર ડો. શોભનાબેન મહેતા, ડો. હરેશ વાળા, ડો. સતાણી, ડો. મિલન પ્રજાપતીનાં માર્ગદર્શનતળે તબીબી સ્‍ટાફ ઘ્‍વારા કરવામાં આવી હોય આજે તમામ તબીબી અને બિનતબીબી સ્‍ટાફ તેમજ સંચાલક પિન્‍ટુભાઈ ધાનાણી ઘ્‍વારા બન્‍ને દર્દીઓને શુભેચ્‍છા સાથે વિદાઈ આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts