fbpx
અમરેલી

તુલસીશ્‍યામ તીર્થધામમાં વધુ એક માસ માટે દર્શન સહિતનાં વિભાગો બંધ

ગીરના જંગલ મઘ્‍યે આવેલ પ્રસિઘ્‍ધ અને ઐતિહાસિક તીર્થધામ તુલસીશ્‍યામના દ્વાર કોરોનાની સ્‍થિતિમાં વધુ એક માસ માટે બંધ રાખવા નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત આવતા મહિને આવતો ગુરૂપૂર્ણિમા ઉત્‍સવ પણ રદ કરવામાં આવ્‍યો છે. આ વિશ્‍વવ્‍યાપી કોરોના મહામારીને ઘ્‍યાને લઈ સરકારના આદેશ અનુસાર ગાઈડલાઈન મુજબ તા.8/6ને સોમવારથી ધાર્મિક સ્‍થળો ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે. આ અનુસંધાને પ/6ને શુક્રવારના રોજ ટ્રસ્‍ટીઓની મિટીંગ મળેલ. જેમાં વધુ એક માસ સુધી દર્શન સહિતના વિભાગો બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્‍યો હતો. કોરોના વાઈરસની મહામારીને ઘ્‍યાને લઈ સંક્રમણ ફેલાવાની ભીતિ હોવાથી તુલસીશ્‍યામ તીર્થધામ ખાતે દર્શનાર્થીઓના સ્‍વાસ્‍થ્‍યને ઘ્‍યાનમાં રાખી આ નિર્ણય ટ્રસ્‍ટીઓ દ્વારા લેવામાં આવ્‍યો છે. તેમજ કોરોના મહામારીને લઈને પૂરતી તકેદારી રાખવાની હોય અને અવ્‍યવસ્‍થા ઉભી ન થાય તે હેતુથી હાલ એક માસ માટે દર્શન વિભાગ, ભોજન શાળા,ધર્મશાળા વિભાગ, ચા વિભાગ બંધ રાખેલ છે. તેમજ તા.પ/7ના રોજ ગુરૂપૂર્ણિમાનો મહાઉત્‍સવ પણ કોરોના મહામારીને ઘ્‍યાને લઈ બંધ રાખેલ છે. આગળના સમયમાં ટ્રસ્‍ટીઓ દ્વારા નિર્ણય કરી તુલસીશ્‍યામ તીર્થધામ મંદિર ખોલવા અંગે નિર્ણય કરવામાં આવશે. જેની દરેક દર્શનાર્થીઓએ ખાસ નોંધ લેવા ટ્રસ્‍ટીઓ પ્રતાપભાઈ એસ. વરૂ અને ડો. બી.બી. વરૂ દ્વારા જણાવાયું છે.

Follow Me:

Related Posts