fbpx
અમરેલી

રાજુલા પીપાવાવ રિલાયન્સ નેવલ ડિફેન્સ કંપનીના 200 કામદારોને વગર નોટિસે છુટા કરતા હોબાળો

રાજુલા પીપાવાવ રિલાયન્સ નેવલ ડિફેન્સ કંપની ના 200 કામદારો ને વગર નોટિસે છુટા કરતા હોબાળો.આ કામદારો નો 5 માસ નો પગાર પણ બાકી હોવાનું જાણવા મળિયું. આ બાબતે 25 જેટલા કામદારો એ છુટા કરવા બાબતે રાજુલા ના ધારાસભ્ય તેમજ ડેપ્યુટી કલેકટર ને આવેદન પત્ર આપીયૂ. અમરેલી જિલ્લા મજદૂર સંઘ .બી.એમ.એસ ના નેજા હેઠળ આ આવેદન અપાયું. અમરેલી જિલ્લા કલેકટર તેમજ કંપની ના ડાયરેકટર તેમજ શ્રમજીવી અધિકારીશ્રી અમરેલી ને પણ આવેદન મોકલાયા. એક તરફ લોકડાઉન ને પાંચ મહિના નો પગાર બાકી ને વગર નોટિસે ચડત પગાર આપ્યા વગર લેબર અધિકારી  ને જાણ કર્યા વગર છુટા ક્યાં આધારે ને કેવી રીતે ?? તે મજદૂરો માટે મોટો પ્રશ્ન.  જો આ બાબતે કંપની તરફ થી કોઈ યોગ્ય નિર્ણય લેવા માં નહીં આવે તો અમરેલી જિલ્લા મજદૂર સંઘ છેલ્લે સુધી મજદૂરો હક્ક માટે લડશે.

Follow Me:

Related Posts