સાવરકુંડલાના ઓળીયા ગામે આશ્રમમાં સુતેલા યુવકની હત્યા
સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામે આવેલ રામ આશ્રમએ સુતેલા જીજ્ઞેશભાઇ દિનેશભાઇ ધકાણ (ઉ.વ.૩૭) નામના યુવાન ગત રાત્રીના સમયે સુતો હતો. ત્યારે ૧ વાગ્યે કોઇ અજાણ્યા શખ્સ બાઇક પર આવી સુતેલ જીજ્ઞેશભાઇને લોખંડના સળીયા વડે માથાના ભાગે ઘા મારી જીવલેણ ઇજા કરી મોત નીપજાવી બાઇકપર ફરાર થઇ ગયા હતા. તેમના કાકા ધીરૂભાઇ બાબુભાઇ ધકાણે સા. કુંડલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Recent Comments