fbpx
અમરેલી

દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન તળે કાર્ડ સંસ્થા દ્વારા ખેડૂતોને પાક ધિરાણ નવા જૂનું કરવા ચેક અર્પણ કરાયો

અમરેલી જીલ્લા મધ્ય સહકારી બેંકના માધ્યમથી સમગ્ર જિલ્લાના લાખો ખેડૂતોના પાક ધિરાણ નવા જુના કરવાનું ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે તેમાં કાર્ડ સંસ્થા દ્વારા દ્વારા દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન તેમજ અશ્વિનભાઇ સાવલીયા કૌશિકભાઇ
વેકરીયાના અથાક પ્રયત્નથી મોટી સંખ્યામાં ભંડોળ ભેગુ કરવામાં આવ્યું છે જેમાં કામ શરૂ કરતા આજે અમરેલી બ્રાંચમાં ખેડૂતોને પાક ધિરાણ નવા જૂનું કરવા માટે વગર વ્યાજે પૈસા આપવામાં આવ્યા હતા જેથી ધિરાણ રીન્યુ થતા ફરીથી પાછા આપવાની બાહેધરી સાથે ખેડૂતો આનંદિત થયા હતા. આ તકે મહિલા સહકારી આગેવાન ભાવના ગોંડલીયા, જિલ્લા બેંકના ડિરેક્ટર મનીષભાઈ સંઘાણી જયભાઈ મસરાણી બેંકના સીઇઓ બીએસ કોઠીયા એડિશનલ જનરલ મેનેજર એબી ગોંડલીયા તેમજ બેંકના અધિકારી શ્રી વિરાણી ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts