fbpx
અમરેલી

અમરેલી અને કુંકાવાવ ખાતે પાકધિરાણ રીન્‍યુની કામગીરી શરૂ

કોરોના સંક્રમણ સ્‍થિતીમા કૃષિ પાક ધિરાણ ભરપાઈ કરવાની અવઢવ સ્‍થિતીમા ઘેરાયેલા અમરેલી જીલ્‍લાના ખેડૂતોને આર્થીક મદદ સાથે ખેતિ-ખેડૂતની સમસ્‍યા હલ કરવા ભભ રીવોલ્‍વીંગ ફંડભભ ની રચના સાથે ગુજકોમાસોલના ચેરમેન – ખેડૂત નેતા દિલીપ સંઘાણીના માર્ગદર્શન તળે આયોજન કરવામા આવેલ જેના ભાગરૂપે એકત્રીત ફંડથી ધિરાણ નવા-જુનું કરવાનો પ્રસંશનીય કાર્યનો પ્રારંભ કરવામા આવલે છે જેમા આજ રોજ અમરેલી, કુકાવાવ, વાવડી રોડ, મોટા ઉજળા સહિતની જીલ્‍લા બેંકની શાખાઓ તેમજ સેવા સહકારી મંડળીઓના ખેડૂતોને કૃષિ ધિરાણ નવું-જુનું કરી આપવામા આવેલ. કૃષિ ધિરાણ નવું-જુનું કરવાથી વંચીત જરૂરીયાતમંદ ખેડૂતો માટે આ પ્રકારની મદદ અને સહકારનો વિચાર ડો.ભરતભાઈ કાનાબાર, પી.પી.ને સ્‍ફુરતા તેને દિલીપ સંઘાણીના માર્ગદર્શનતળે હાથ ધરાતા પ્રશંસનીય કાર્યથી ખેડૂતોમા આનંદની લાગણી ફેલાણી છે. સમગ્ર જીલ્‍લામા ક્રમશ આ પ્રકારની કામગીરી હાથ ધરાનાર છે જેમા સાંસદ નારણભાઈ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, જીલ્‍લા ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયા, બેંકના વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ, ભાવનાબેન ગોંડલીયા, મનીષ સંઘાણી, બાબુભાઈ સખવાળા સહિતની ટીમ સહકાર આ કાર્યક્રમ અંતર્ગત સતત કાર્યરત છે. મંડળીના પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, બાવાલાલ મોવલીયા વિગેરે સાથે આ કામગીરીમા જનરલ મેનેનજર (સી.ઈ.ઓ) બી.એસ. કોઠીયા, બેંક અધિકારીઓ અરવિંદભાઈ ભુતૈયા, સુરેશભાઈ શેખવા, અનિલભાઈ ધાનાણી, સુધીરભાઈ સેંજલીયા, તુષારભાઈ વિરાણી, પરેશભાઈ કિકાણી, કે.સી.વઘાસીયા, વી.એમ.ગજેરા, ડી.એન.પરવાડીયા, રવજીભાઈ ગજેરા સહિતનો જીલ્‍લા બેંક સ્‍ટાફ કામગીરીમા જોતરાયેલ હોવાનું અખબારી યાદીના અંતમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts