fbpx
અમરેલી

આવતીકાલ તા.11 જુન થી માર્કેટયાર્ડ અમરેલીમાં તમામ જણસીઓને રજીસ્ટ્રેશન વગર પ્રવેશ આપવામાં આવશે

અમરેલી માર્કેટયાર્ડ દ્વારા એક અખબારયાદીમાં જણાવેલ છે કે, લોકડાઉનનાં સમયગાળામાં ખેડૂતોને પોતાનું ખેત ઉત્‍પન્‍ન વેંચવા પડતી તકલીફને ઘ્‍યાને લઈ ના.સકરકારશ્રી દ્વારા માર્કેટયાર્ડો ચાલુ કરવા બાબતે કરેલ હુકમ અને કોરોના વાયરસનાં સંક્રમણને ઘ્‍યાને રાખી બનાવેલ ગાઈડલાઈન મુજબ બજાર સમિતિ અમરેલીમાં ઘઉં, ચણાં, તલ, કપાસ, વિગેરે જણસીઓની હરરાજીનું કામકાજ નોંધણી કરાવી મર્યાદિત ખેડૂતોને બોલાવી શરૂ કરવામાં આવેલ. પરંતુ હવે નોંધણી કરાવેલ ખેડૂતોની યાદી પુર્ણ થઈ ગયેલ હોય આગામી તા.11/06/ર0ર0 ને ગુરૂવાર આવતીકાલથી માર્કેટયાર્ડમાં કોઈપણ જણસીઓને નોંધણી કરાવ્‍યા વિના કોઈ5ણ સમયે પ્રવેશ આ5વામાં આવશે. તેમજ તલમાં હાલ 17/07/ર0ર0 સુધી જે ખેડૂતોને તલ વેંચવા અર્થે તારીખ આપેલ છે. તે ખેડૂતો પણ આવતીકાલથી ગમે ત્‍યારે પોતાના તલ વેંચાણ અર્થે બજાર સમિતિ અમરેલીમાં લાવી શકશે. જેની દરેક સબંધકર્તા ખેડૂતો અને કમિશન એજન્‍ટોએ નોંધ લેવી તેમજ દરેક ખેડૂતે પોતાની જણસી વેંચાણ અર્થે માર્કેટયાર્ડમાં વેહલી સવારથી લાવવા અનુરોધ કરવામાં આવે છે. હાલની કોરાના મહામારીનાં સમયને ઘ્‍યાને લઈ સરકારશ્રીનીસુચના મુજબ રાત્રિ રોકાણની વ્‍યવસ્‍થા થઈ શકે નહી તે બાબત દરેક ખેડૂતભાઈઓએ ઘ્‍યાનમાં રાખી પોતાની જણસી માર્કેટયાર્ડમાં વેંચાણ અર્થે લાવવા અનુરોધ છે. દરેક જણસીઓમાં મગફળી સિવાય વાહનમાં લાવેલ જણસીની હરરાત્ત્ કરવામાં આવશે. ઉપરાંત હાલનાં કોરોના મહામારીનાં સમયગાળામાં સાવચેતી રાખવા નામદાર સરકારશ્રી દ્વારા જાહેર કરેલ સુચનાઓ મુજબ પોતાનું ખેત ઉત્પન્‍ન વેચવા આવતા દરેક ખેડૂતે અને વાહનચાલકે મોઢા ઉપર માસ્‍ક અથવા રૂમાલ ફરત્ત્યાત બાંધવા તેમજ સોશ્‍યલ ડિસ્‍ટસીંગનાં તમામ નિતીનિયમોનું પાલન કરવાનું રહેશે. તેમ માર્કેટયાર્ડ દ્વારા એક અખબારયાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts