fbpx
અમરેલી

ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ ૧૦૦ યુનિટ અને અન્ય યોજનાને લોલીપોપ ગણાવી આકરા પ્રહાર કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

કોરોંના વાયરસ અંતર્ગત ગતિશીલ ગુજરાત સરકાર શ્રી મારફત ટુક સમય પહેલા સી.એમ. દ્વારા પ્રેસ બોલાવી જાહેરાત કરવામાં આવી હતી કે ૧૦૦ યુનિટ સુધી વીજળી બિલ માફ કરવામાં આવશે અને આત્મનિર્ભર લોન આપવામાં આવશે પરંતુ જાહેરાત પછી દિવસો થવા છતાં આ યોજના માત્ર લોકોને લોભામણી અને લોલીપોપ હોય તેવું લાગી રહ્યું છે તેવું ધારાસભ્ય માની રહ્યા છે કારણ કે હાલમાં અત્યારે વીજળી બિલ બનાવવા માટે pgvcl ના અધિકારી આવી રહ્યા છે પરંતુ તેમાં કોઈ ૧૦૦ યુનિટ માફ કરવામાં આવતા નથી અને લોકો દ્વારા કહેવામાં આવેતો તો આ અધિકારીઓ પાસે માફી આપવાના કોઈ કારણો નથી તેમજ સરકાર શ્રીના સંકલન નાં અભાવે આમ લોકો હેરાન થઇ રહેલ છે, અને સરકાર શ્રી દ્વારા ૧૪૦૦૦ કરોડ ના રાહત પેકેજ માં ઘર વપરાશ અને ઉધોગ વપરાશ માટે રાહત માટેનું ભંડોળ જાહેર કરવામાં આવેલ છે તો શા માટે લોકોને રાહત આપવામાં આવતી નથી, અને જો હાલના સમયમાં માફ ના કરવામાં આવે તો કયારે માફ કરવામાં આવશે તેવું આમ જનતા જણાવી રહી છે, અત્યારે હાલ લોકો બેરોજગાર અને ધંધા વગરના છે ત્યારે લોકો પાસે પોતાના પરિવારનું નિર્વાહ માટે પુરતા નાણા ના હોય અને ત્રણ મહિના સુધી લોકડાઉનમાં લોકો ઘરે જ હોવાના કારણે વીજળીનો વપરાશ થયેલ હોય પણ સરકાર તેમની સામે ફક્ત ૧૦૦ યુનિતની જાહેરાત કરી તે પણ લોલીપોપ અને લોકોને કોણીએ ગોળ ચોપડ વા સમાન છે કારણ કે અત્યારે નવા બિલ બનાવમાં આવી રહ્યા છે તેમાં જાહેરાત મુજબ ના યુનિટ માફ કરવામાં આવતા નથી ત્યારે ફલિત થવા જઈ રહ્યું છે સરકાર માત્ર જાહેરાત કરવામાં રસ છે કે નહી લોકોના ઉધાર માટે આમ માત્ર બુણગા ફેકવામાં આવી રહ્યા છે અને આવી જ રીતે આત્મનિર્ભર એક લાખ વાળી લોન છે તેપણ ફક્ત મોટ મોટા ગપ્પા મારીને પોતાની પ્રસ્ધિધી ઉપસાવવા માટે લોકોને ગુમરાહ કરનારી હોય, ભાજપ સરકાર હકીકતમાં લોકોને માત્ર લાઈનોમાં ઉભા રાખવાની નેમ લઈને આવી હોય અને કોઈ યોજનાનો લાભ આપવા માંગતી નાં હોય તેવું વરવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ આવે છે, આમ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ ૧૦૦ યુનિટ અને અન્ય યોજનાને લોલીપોપ ગણાવી આકરા પ્રહાર ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts