ધારીના ગીરકાંઠાના ગામોમાં ધોધમાર 2 ઈંચ વરસાદ પડ્યો , ગીરકાંઠાના દલખાણીયા, ચાંચય અને પાણીયા સહિતના ગામોમાં વરસાદ
ધારીના ગીરકાંઠાના ગામોમાં ધોધમાર 2 ઈંચ વરસાદ પડ્યો હતો. ગીરકાંઠાના દલખાણીયા, ચાંચય અને પાણીયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ગીરકાંઠાના વિસ્તારોમાંથી નીકળતી શેત્રુંજી નદીમાં પહેલીવાર પૂર આવે તેવી શક્યતા છે. વરસાદ પડવાથી ખોડિયાર ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. બીજી તરફ છેલ્લા 2 દિવસના વિરામ બાદ અમરેલી જિલ્લામાં આજે ફરી ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અમરેલીના કુંકાવાવ નાકા પાસે વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે
Recent Comments