fbpx
અમરેલી

અમરેલી જીલ્લામાં કોરોના મહામારીમાં મૂંગા પશુઓ માટે દોઢ કરોડ ઉપરાંતની માતબર રકમ ફાળવવા બદલ ભાજપની ગુજરાત સરકાર નો આભાર- કૌશિક વેકરિયા

કોવિડ-19 કોરોના મહામારી માં ભાજપની સરકાર એ સમગ્ર દેશભર ના બી.પી એલ..એ.પી.એલ અને એન.એફ.એસ.એ રેશનકાર્ડ ધારકોને મફતમાં અનાજ વિતરણ કરી સમગ્ર વિશ્વમાં આગવું ઉદાહરણ પુરૂપાડ્યું છે એટલુંજ નહિ પણ સરકારશ્રી દ્વારા તમામ રજિસ્ટ્રેશન થયેલી ગૌ-શાળા અને પાંજરાપોળમાં પણ મૂંગા પશુઓ માટે કરોડોનો સહાય કરી છે ત્યારે ગુજરાત ની ભાજપ સરકાર દ્વારા અમરેલી જિલ્લાની 83 સંસ્થાઓ માં રહેલ 10312 ગાય માતાઓ અને અન્ય પશુઓ માટે 1,57,25,800/-*જેવી માતબર રકમ ફાળવી હરકોઈ જીવમાત્ર નો વિચાર કરવા બદલ સરકારશ્રી નો ખુબ ખુબ આભાર.

Follow Me:

Related Posts