fbpx
અમરેલી

વિદ્યાર્થી શાળા-કોલેજ-હોસ્ટેલમાં હાજર ન થાય ત્યાં સુધી ફી ના ઉઘરાણા ના કરવા સંચાલકોને આદેશ આપવા ડાયનેમિક ગૃપની મુખ્યમંત્રીને રજુઆત

કોરોના મહામારીથી હજારો મધ્યમવર્ગીય પરિવારો બેકારી તથા બે રોજગારીથી પીડાય છે તેવા સંજોગોમાં ગુજરાતની શાળા-કોલેજોમાં વિદ્યાર્થી શાળા-કોલેજ કે હોસ્ટેલમાં હાજર ન થયા હોવા છતાં પૂરા છ માસની ફી તથા પૂરા છ માસનું હોસ્ટેલ લવાજમ વસુલ કરવા માંડ્યા છે. કોરોના મહામારીની અનિશ્ચિતતા તથા અજંપાભરી વિપરીત તથા મુશ્કેલ સંજોગોમાં હજુ વિદ્યાર્થીઓએ શાળા-કોલેજો કે હોસ્ટેલોમાં ક્યારે હાજર થવું તેવી કોઈ સૂચના સરકારશ્રીએ ન આપી હોવા છતા અત્યારથી જ જુન-૨૦૨૦ થી જ તમામ શાળા-કોલેજો-હોસ્ટેલોના સંચાલકો “ઓનલાઈન એજ્યુકેશન” ના રૂપકડા બહાના હેઠળ વાલીઓને પૂરા-છ માસની ફી ભરવા મજબુર કરી રહ્યા છે, હકીકતમાં વિદ્યાર્થી જે તારીખ થી હાજર થાય અને જે તારીખથી હોસ્ટેલમાં કે શૈક્ષણીક કાર્યમાં જોડાય ત્યારથી સત્ર સમાપ્તિ થાય ત્યાં સુધીના દિવસોની શિક્ષણ-ફી તથા હોસ્ટેલ-ફી લેવાય તે જ યોગ્ય છે પરંતુ શૈક્ષણીક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓએ શિક્ષણ કે હોસ્ટેલની સુવિધા ના લેતા હોવા છતા પૂરી ફી ભરવા મજબૂર બન્યા છે તે માટે ડાયનેમિક ગૃપ-અમરેલીએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે તથા વાલીઓએ ફી ન ભરવા માટે જાગૃત રહેવા અપીલ કરી છે.

Follow Me:

Related Posts