ગીરકાંઠાનાં ગામોમાં એકી સાથે 8 સિંહોનું ટોળુ સીસીટીવી કેમેરામાં કેદ થયું
કોણે કહયું કે ભભસિંહના ટોળાભભ ન હોય, હાલના ચોમાસામાની ઋતુ શરૂ થતાં જ જંગલના રાજા ગણાતા સિંહની પણ ભૂખ ઉઘડી હોય તેમ છાસવારે ભૂખને સંતોષવા માટે થઈ એકલ-દોકલ સિંહ ગીરકાંઠાના ગામડાઓમાં આવી ગામડામાં નધણીયાતા પશુઓને પોતાનો શિકાર બનાવી પેટની આગને બુઝાવે છે. તેવી ઘટના ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય બની છે. ત્યારે જ એક ગીરના ગામડામાં ઐકી સાથે આઠ-આઠ જેટલા ભભસાવજોભભ ગામમાં પ્રવેશ્યા હોય, અને તે ઘટના પણ ગામડાના ઘરમાં લગાવેલ સીસી ટીવી કેમેરામાંકેદ થતાં ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા લોકોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બનાવમાં ગીરકાંઠાના એક ગામમાં ગઈકાલે રાત્રીના સમયે ઐકી સાથે આઠ-આઠ સિંહનું ટોળુ ગામમાં શિકારની શોધમાં ઘૂસી આવ્યાનો સીસી ટીવીમાં કેદ થયેલો વિડીયો વાયરલ થવા પામ્યો છે.
આ વાયરલ થયેલ વિડીયોમાં રાત્રીના 1રઃ07 મિનિટનો સમય પણ જોઈ શકાય છે. ત્યારે વન વિભાગે આ વિડીયો કયાં ગામનો છે તે અંગે અજાણ હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં ખેતી કાર્યમાં જગતાત જોડાયો છે અને તેવા સમયે ગામની મઘ્યમાં આઠ-આઠ ડાલામથ્થાઓ શિકારની શોધમાં ઘૂસી આવતા હોય, ગીરકાંઠાના ગામડાઓમાં તથા ખેડૂતોમાં પણ વન્ય પ્રાણીઓને લઈ ભયનું લખલખુ પ્રસરી જવા પામ્યાનું જાણવા મળેલ છે.
Recent Comments