fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરના હયાત રોડ તોડવા ની મંજુરી ન હોવા છતાં જીઓ ઇન્ફો કોમ કંપની આડેધડ રોડ તોડે છે જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગ કરતા નગરપાલિકા સદસ્ય

સાવરકુંડલા,
સાવરકુંડલા શહેર માં કોરોના મહામારી ને કારણે લોકડાઉન ચાલતુ હતુ તે પહેલા શહેરના અનેક વિસ્તારોમાં જીઓ ઇન્ફો કોમ કંપનીએ કોઇપણ પ્રકારની નગરપાલિકા ની મંજુરી વગર ઓપટીકલ ફાયબર કેબલ વાયર નાખવા માટે મેઇન રસ્તાઓ આડેધડ તોડી નાખેલ જેમા પેચવર્ક પણ કરેલ નથી. શહેરી વિસ્તારમાં સી. સી. રોડ તેમજ બ્લોક રોડ શહેર ની સોસાયટીઓ અને મેઇન રસ્તાઓ માં ઓપટીકલ ફાયબર કેબલ વાયર નાખવા માટે પાલિકા ચિફઓફીસરશ્રી એ લૈખિત માં જા. નં. /સા. કુંડલા ન. પા. /૫૧૨/૧૩-૧૪ તા. ૧૭/૬/૧૩ ના રોજ હયાત સી. સી. રોડ કે પછી બ્લોક રોડ તોડવાની ના પાડેલ હોવા છતા પાલીકા ક્રોગ્રેસ શાસિત સતાધીશો માં કોની મીઠી નજર નીચે શહેર ના સી. સી. રોડ તેમજ બ્લોક રોડ આ કંપની વાળા તોડી રહયા છે અને કંપની ના માણસો તોડેલા રોડ માં પેચવર્ક પણ કરતા નથી અને કર્યુ પણ નથી. પાલીકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા અને ,ધર્મેન્દ્ર ચૌહાણ,લાલાભાઇ ગોહિલે વધુ મા જણાવ્યું છે કે નગરપાલિકા અધ્યક્ષ દ્વારા ઠરાવ નં.૧૧૪ તા. ૪/૧૦/૨૦૧૯ ના ઠરાવ મા પણ તા. ૧૭/૭/૨૦૧૩ ના પત્ર થી આપવા મા આવેલ મંજુરી પત્ર માં દર્શાવ્યા મુજબ ની શરતો નુ ચુસ્તપણે પાલન કરવુ તેમ જણાવ્યું છે (૧૭/૭/૨૦૧૩ ના ચિફ ઓફીસર ના પત્ર માં પણ ઉલેખ કરેલો કે હયાત સી. સી. રોડ કે પછી બ્લોક રોડ તોડવા ની ના પાડેલ છે) ઠરાવ નં. ૧૧૪ જે તા. ૪/૧૦/૧૯ નો ઠરાવ કર્યો છે તે ક્રોગ્રેસ શાસિત સતાધીશો ને યાદ છે ને છતાયૈ મૌન કેમ છે..? સાવરકુંડલા ના શહેરીજનો ને જવાબ આપે તેમજ શહેરના હયાતી રોડ તોડવા ની મંજુરી ન હોવા છતાંયૈ રોડ તોડી નાખ્યા છે તેમાં નગરપાલિકા એ તેમજ સતાધીશો એ શું કાર્યવાહી કરી તે શહેરની જનતા ને જણાવો શહેરીજનો ને ન્યાય આપવા કલેકટર સાહેબ તપાસ ના આદેશ આપે અને જવાબદાર સામે કાર્યવાહી કરવા નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા અને ધર્મેન્દ્ર ચૌહાણ, લાલાભાઇ ગોહિલે જણાવ્યું છે

Follow Me:

Related Posts