fbpx
અમરેલી

કારકિર્દીને મૂંઝવતા પ્રશ્નો માટે કેરિયર કાઉન્સિલિંગ સેવા કાર્યરત

હાલ નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે દેશ અને દુનિયામાં પ્રયત્નો થઇ રહ્યા છે સરકાર દ્વારા લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે તેવા સમયમાં યુવાનો અને રોજગારવાંચ્છુઓ ઘરમાં રહીને રોજગાર કચેરીની વિવિધ સેવાઓ ઘરે બેઠા મેળવે તે આશયથી જિલ્લા રોજગાર કચેરી અમરેલી દ્વારા કેરિયર કાઉન્સેલિંગ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીને મૂંઝવતા પ્રશ્નો ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પછીના વિકલ્પો અભ્યાસ પૂર્ણ કરેલ ઉમેદવારો માટે રોજગારીની તકોસ્વરોજગારીની તકોસંરક્ષણની ભરતી પ્રક્રિયાની માહિતી લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી બિન નિવાસી તાલીમમાં જોડાવવા અંગેની વિવિધ માહિતી વગેરે વિનામૂલ્યે પૂરી પાડવા જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સિલર દ્વારા જાહેર રજા સિવાયના દિવસે સવારે ૧૦.૩૦ થી બપોરના ૨ કલાક દરમિયાન ટેલી કાઉન્સિલિંગ સેવા દ્વારા માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

જિલ્લા રોજગાર કચેરીની સેવાઓનો લાભ ઘરે બેઠા મેળવવા માંગતા ઉમેદવારોએ તથા નોકરીદાતાઓએ પોતાનું પૂરું નામ-સરનામુંકોન્ટેક્ટ નંબરઇ-મેલ આઇડી અને મેળવવા માંગતા હોય એવી સેવાની વિગત સાથે કચેરીના ઇ-મેલ આઇડી dee-amr@gujarat.gov.in તથા કચેરીના લેન્ડલાઈન નંબર ૦૨૭૯૨ ૨૨૩૩૯૪ પર જાહેર રજા સિવાયના દિવસોમાં ૧૧ થી સાંજના ૫ કલાક દરમિયાન સંપર્ક કરવો.

Follow Me:

Related Posts