fbpx
અમરેલી

નેશનલ યુથ એવોર્ડ માટે ૨૦ જૂન સુધીમાં ફોર્મ મોકલી આપવા જોગ

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૭/૧૮ અને ૨૦૧૮/૧૯ ના નેશનલ યુથ એવોર્ડ માટે તારીખ ૨૭-૫-૨૦૧૯ થી ૨૬-૬-૨૦૨૦ સુધીમાં MyGov વેબસાઇટની ઉપરથી મંગાવવામાં આવેલ છે. આ એવોર્ડનો ઉદ્દેશ ૧૫ થી ૨૯ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવાઓને તથા સેવાભાવી સંસ્થાઓને રાષ્ટ્રના વિકાસ અને સામાજિક સેવાઓમાં સિદ્ધિ મેળવવા માટે પ્રોત્સાહન પૂરું પાડવાનો છે.

વ્યક્તિ તથા સંસ્થાઓને સામાજિક સેવાઓ જેવી કે સ્વાસ્થ્યશોધ અને નવીનીકરણસાંસ્કૃતિક વારસોમાનવ અધિકારનો પ્રચારકલા અને સાહિત્યપ્રવાસપરંપરાગત ઔષધિઓનાગરિકતાસમાજસેવારમતગમત તથા સ્માર્ટ શિક્ષણ પ્રવૃત્તિઓ માટે આ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ અંગેના ફોર્મ જિલ્લા યુવા વિકાસ અધિકારી,  જિલ્લા રમત-ગમત કચેરીબહુમાળી ભવન બ્લોક સીપ્રથમ માળેરૂમ નંબર ૧૧૦/૧૧૧ અમરેલી ખાતે તા: ૨૦-૬-૨૦૨૦ મોકલી આપવાના રહેશે

Follow Me:

Related Posts