fbpx
અમરેલી

અમરેલી ચક્કરગઢ રોડ ઉપર આવેલ ફ્લેટમાં તથા કેરીયાચાડ ગામે દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ અમરેલી જિલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી ના ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ શ્રી આર.કે.કરમટા* તથા *પો.સ.ઇ શ્રી પી.એન.મોરી* ની રાહબરી નીચે *અમરેલી એલ.સી.બી ટીમે* અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં બે અલગ અલગ જગ્યાએ રેઇડો કરી ત્રણ ઇસમોને ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડેલ છે.

1️⃣ અમરેલી ચક્કરગઢ રોડ પર આવેલ સંસ્‍કાર કોમ્‍પ્‍લેક્સમાં આવેલ ફ્લેટમાં કરેલ રેઇડની વિગતઃ-પકડાયેલ આરોપીઃ-
બિપીનભાઇ ઉર્ફ ભુરો રમેશભાઇ બોઘરા, ઉ.વ.૨૮, રહે.અમરેલી, ચકકરગઢ રોડ, સંકુલ પાસે

પકડાયેલ મુદામાલ-
ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૮, કિં.રૂ.૨૪૦૦/- તથા બે મોબાઇલ ફોન કિં.રૂ.૫૫૦૦/- મળી *કુલ કિં.રૂ.૭૯૦૦/- નો મુદામાલ

પકડાયેલ ઇસમને આ ભારતીય બનાવટના વિદેશી દારૂ અંગે પુછપરછ કરતાં આ દારૂ કેરીયા ચાડ ગામના ભયલુભાઇ ભાભલુભાઇ ધાખડા પાસેથી ફોન પર વાતચીત કરી મંગાવેલ હોવાનુ જણાવેલ. જેથી કેરીયાચાડ ગામે રેઇડ કરેલ.

2️⃣ અમરેલી તાલુકાના કેરીયાચાડ ગામે કરેલ રેઇડની વિગતઃ-

પકડાયેલ આરોપીઃ-
1️⃣ ભયલુભાઇ ભાભલુભાઇ ધાખડા ઉ.વ.૨૫ રહે.કેરીયાચાડ તા.જિ.અમરેલી
2️⃣ ભયકુભાઇ વલ્કુભાઇ ધાખડા ઉ.વ.૨૭ રહે.નાની ધારી, તા.ખાંભા, જિ.અમરેલી, હાલ રાજકોટ, હુડકો ચોકડી પાસે, રણુજા નગર
પકડાયેલ મુદામાલ-
ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્‍ડની બોટલો નંગ-૮૦, કિં.રૂ.૨૫,૭૬૦/- તથા બે મોબાઇલ ફોન કિં.રૂ.૧૦,૦૦૦/- તથા નંબર પ્લેટ વગરની ટાટા અલ્ટોઝ સફેદ કલરની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી *કુલ કિં.રૂ.૫,૩૫,૭૬૦/- નો મુદામાલ*

ઉપરોક્ત વિગતે બંને જગ્યાએથી રેઇડ દરમ્‍યાન પકડાયેલ પ્રોહી મુદ્દામાલ તથા આરોપીઓને *અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન માં સોંપી આપેલ છે.
આ કામગીરી  *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ*  નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી ટીમ* દ્વારા કરવામા આવેલ છે.

Follow Me:

Related Posts