fbpx
અમરેલી

અમરેલીનાં પીઆઈ અને પીએસઆઈની બદલી થતાં વિદાય અપાઈ

હાલમાં ચાલી રહેલા કોરોના વાઈરસ કોવિડ-19 વાઈરસ ફેલાય નહીં તે માટે લોકડાઉનમાં ખૂબ જ ઉમદા અને પ્રશંસનીય કામગીરી કરનાર તેમજ અમરેલી શહેરમાં ગુન્‍હેગારોમાં પોલીસનો ખૌફ ઉભો કરી ગુન્‍હાઓ પર અંકુશ લાવનાર બદલી થયેલ હોય તેમજ અમરેલી સીટી પો.સ્‍ટે.માં પો.સબ ઈન્‍સ. તરીકે ફરજ બજાવતા એમ.ડી. મકવાણા, ગાંધીનગર ખાતે તેમજ એમ.બી. રાણાની ખેડા (નડિયાદ) ખાતે બદલી થયેલ હોય જેઓને અમરેલી જિલ્‍લાના એસ.પી. નિર્લિપ્‍ત રાય દ્વારા ત્રણેય અધિકારીઓને બદલી વાળીજગ્‍યાએ હાજર થવા માટે છૂટા કરવામાં આવતા અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફ દ્વારા ત્રણેય અધિકારીઓને પુષ્‍પગુચ્‍છ, શાલ તથા મોમેન્‍ટો અર્પણ કરી વિદાય આપવામાં આવેલ. આ તકે ત્રણેય અધિકારીઓએ અમરેલી સીટી પોલીસ સ્‍ટાફનો ખૂબ ખૂબ આભાર માનેલ. તેમજ સીટી પોલીસ સ્‍ટેશનનો ચાર્જ પો.ઈન્‍સ. કે.ડી. જાડેજાએ સંભાળતા પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવેલ.

Follow Me:

Related Posts