fbpx
અમરેલી

પેટ્રોલ – ડીઝલ – ગેસના ભાવ વધારાના કારણે સરકાર ઉપર આકરા પ્રહાર કરતાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર

દરેક આફતને અવસરમાં ફેરવવા ટેવાયેલી ભાજપે પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધારાને પણ
વધાવવાના કાર્યક્રમ કરવા જોઇએ. જેમ કોરોનાને ભગાડવા થાળી વગાડવા લોકોને પ્રેર્યા હતા એમ
ભાવવધારાથી પ્રજા ગભરાટ ના અનુભવે એવા મનોરંજક આયોજન કરવા જોઇએ. જો જો પાછા દીવા કરવાનો
ખેલ ના કરતા નહીંતર પેટ્રોલનો ભાવ ભડકે બળશે એમ કયાંય પમ્પ પણ ભડકે બળશે.
કોંગ્રેસના શાસનમાં ૫૨ રૂપીયે પેટ્રોલ જે પ્રજાને નહોતુ પરવડતુ એ જ પ્રજા ૭૫ રૂપીયાનું પેટ્રોલ
મુંગામોઢે ભરાવી લેતી હોય ત્યારે તેમના અભિવાદન કાર્યક્રમ તો થવા જ જોઇએ ને ! ભાજપના કાર્યકરોએ
ભાવવધારાને સહર્ષ સ્વીકારી લેતી પ્રજાને પેટ્રોલપંપ પર ઉભા રહી તાળીઓથી વધાવી લેવાના આયોજન પણ
કરવા જોઇએ. એક હાથે ૨૦ લાખ કરોડની લોલીપોપ આપી બીજા હાથે ખીસ્સા ખંખેરી લેવાની મોદીજીની
કલાને વંદેમાતરમ્ ના જયઘોષ સાથે બીરદાવવી જોઇએ. પેટ્રોલ ૫૨ રૂપીયે હતુ ત્યારે મોદીજીને અસહ્ય બેઠો
માર વાગ્યો હોય તેવું દર્દ થતુ આજે ૮૦ રૂપીયે પહોચાડીને પેટ્રોલપંપ પર લાગેલા હોર્ડીંગ્સમાં હસ્તા જોવા મળે
છે. હસે પણ કેમ નહી, બાવન રૂપીયે પેટ્રોલના ભાવ થી પ્રજાને ભડકાવી શાસનમાં આવીને મુંગામોઢે પંચોતેર
પડાવી લેવાની આવડત પર મુસ્કુરાના તો બનતા હૈ.
લોકોએ બહુત મહેંગાઇ કી માર ના પોસ્ટર વખતનો ભાવ યાદ કરીને પેટ્રોલ ભરાવવું જોઇએ જેથી રાષ્ટ્ર
માટે કંઈક ભોગ આપ્યાનો સંતોષ મળે.
પી.એમ. આપણી કેર કરે કે ના કરે આપણે પી.એમ.ની કેર કર્યા કરવાની એક હાથે થાળી ને તાળી
વગાડે જ રાખવાની છે તેમ શ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું હતું.

Follow Me:

Related Posts