fbpx
અમરેલી

33 દિવસમાં કોરોનાના 31 કેસ છતાં, અમરેલી જિલ્લો હજુ બચી શકે છે, નિર્ણય આપણા હાથમાં છે – ડો. ભરત કાનાબાર

તા. 13 મી મે ના રોજ અમરેલીમાં કોરોનાનો સૌ પ્રથમ કેસ સુરતથી આવેલ એક મોટી ઉંમરના મહિલાનો હતો. આવ્‍યા ત્‍યારે જ તેમની તબિયત ગંભીર હતી પરંતુ, શાંતાબેન ગજેરા મેડીકલ કોલેજની સીવીલ હોસ્પીટલના તબીબોની જહેમતથી સાજા થઈ ઘેર ગયા. ત્‍યારબાદ, આજ સુધીના 33 દિવસમાં કોરોનાના 31 દર્દીઓ અમરેલી જિલ્લામાં પોઝીટીવ આવ્‍યા છે. આજે એક જ દિવસમાં 4 નવા કેસ સામે આવ્‍યાં છે. અગાઉના બધાજ દર્દીઓ પહેલા કેસના માજી જેવા સદ્રસીબ ન હતા અને એ પૈકી 4 દર્દીઓ મોતને ભેટયા છે. લોકડાઉનના 54 દિવસ સુધી “ગ્રીન ઝોન”માં રહેલ અમરેલી જિલ્લાના લોકોને દિવસ ઉગે અને નવા “પોઝીટીવ” દર્દી અંગેના “નેગેટીવ” સમાચાર મળે છે. લોકોમાં ચિંતા છે, એક છૂપો ગભરાટ છે. આ મહામારી કેટલી આગળ વધશે, હજી કેટલા નવા કેસો થશે તેની ચર્ચા છે પણ તેમાંથી કેમ બચી શકાય તે માટે વિચારવાની તૈયારી નથી.
હજુ અમરેલી બચી શકે તેમ છે. હજી આપણે ત્‍યાં વાયરસનું સંક્રમણ અમદાવાદ કે અન્‍ય શહેરો જેટલું નથી પણ તે માટે સામૂહિક જાગૃતિ અને પ્રયાસની જરૂર છે. જે 31 કેસો પોઝીટીવ આવ્‍યાં છે તેમાંથી ર કેસને બાદ કરતાંબધાં જ કેસોમાં ટ્રાવેલ હીસ્‍ટ્રી છે. ર7 કેસમાં તો દર્દી પોતે જ અમદાવાદ, સુરત યા મુંબઈથી આવેલા છે. 4 કેસમાં દર્દી પોતે બહારગામથી આવેલ વ્‍યકિતના સંપર્કમાં આવેલ છે તેવી હિસ્‍ટ્રી છે. મોટે ભાગે બહારગામથી આવેલ વ્‍યકિત તેના જ પરિવારના સદસ્‍ય હતા. સ્પષ્‍ટ છે – નવા કેસ અટકાવવા માટે સૌથી સહેલો અને સચોટ ઉપાય તો આવેલ વ્‍યકિતને 14 દિવસ માટે કવોરેન્‍ટાઈન કરવાનો છે. અગાઉ તો બહારથી આવેલા માટે આપણે ત્‍યાં 14 દિવસ કવોરેન્‍ટાઈન ફરજીયાત હતું. શરૂઆતના તબકકામાં જયારે સુરત-અમદાવાદથી લગભગ ર લાખ લોકો આવ્‍યાં ત્‍યારે જિલ્લાના વહીવટી તંત્રે ખુબજ સફળતાપૂર્વક આ હોમ કવોરેન્‍ટાઈનની મેરેથોન કવાયત કરેલ. સમગ્ર ગુજરાતમાં એ સમયે સૌથી વધુ લોકો હોમ કવોરેન્‍ટાઈન અમરેલી જિલ્લામાં કરાયેલ. વહીવટી તંત્રની આ મહેનતને કારણે, આટલી મોટી સંખ્‍યમાં લોકો બહારથી આવ્‍યાં હતા છતાં, આપણે ત્‍યાં પોઝીટીવ કેસો આંગળીના વેઢે ગણાય તેટલા હતા. પરંતુ, ત્‍યારબાદ લોકડાઉનના ચોથા તબકકામાં, આંતરજિલ્લા હેરફેર પરના તમામ નિયંત્રણો હટાવી દેવાયા જેના કારણે બહારથી કોણ આવે છે તે જાણવું અશકય થઈ ગયું છે. એસ.ટી.ની બસો પણ અમરેલીથી બીજા જિલ્લાઓમાં ચાલવા માંડી છે. આ પરિસ્‍થિતિમાં, બહારગામથી આવતી વ્‍યકિત જો પોતે જાતે 14 દિવસમાટે હોમ કવોરેન્‍ટાઈન થાય તો સૌથી 5હેલો ફાયદો તો તેના પરિવારના અન્‍ય સદસ્‍યોને થાય. અમરેલીમાં પોઝીટીવ આવેલ ઘણાં દર્દીઓમાં બહારગામથી આવેલ તેમના પરિવારના સદસ્‍યોમાંથી જ તેમને વાયરસ લાગેલ એવું જણાયેલ હતું. બહારગામથી આવેલ વ્‍યકિત પોતાના પરિવાર માટે, પોતાના ગામ માટે અને પોતાના જિલ્લા માટે જો લાગણી રાખી સ્‍વયં કવોરેન્‍ટાઈન થવાની કાળજી લે તો આ બધું શકય છે.
આ વાત તો જે બહારગામથી આવે છે તેમના માટે છે. સૌથી મહત્‍વની વાત એ છે કે, કોરોનાના 70 પોઝીટીવ દર્દીઓમાં કોઈજ જાતના લક્ષણો જોવા મળતાં નથી. ઘણાં દર્દીઓમાં આ રોગના ખુબજ પ્રચલિત એવા શરદી, તાવ કે ઉધરસ જેવા લક્ષણોને બદલે શરીરમાં તુટ થવી, પેટમાં દુખવું, પગમાં તોડ થવી, ઝાડા થઈ જવા, સ્‍વાદ અને સુંઘવાની શકિત ઓછી થઈ જવી – તેવા જણાયા છે. આમ, કઈ વ્‍યકિત વાયરસથી કેરીયર છે એ જાણવું અતિ મુશ્‍કેલ છે.
આ રોગના સંક્રમણથી બચવા કેટલીંક પાયાની અને અતિ સામાન્‍ય કહી શકાય તેવી બાબતો અંગે આ5ણે સાવધાની રાખીએ. કોરોનાનો પડછાયો આ5ણા શહેર પર સંકટના વાદળો ન લાવે તે માટે કેટલીંક પાયાની કાળત્ત્ઓ જેને મેં “ર0ર0-ર0ર1 ની શિક્ષાપત્રી” નામ આપ્‍યું છે તેનું પાલન કરીએ.

Follow Me:

Related Posts