fbpx
અમરેલી

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અઠડામણમાં સૈનિકો શહીદ થયા તેમના પ્રતિ સંવેદના વ્યકત કરતાં ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર

પુર્વ લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ૩૪૮૮ કિલોમીટર જેટલી લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા
(લાઇન ઓફ એકચુઅલ કંન્ટ્રોલ – LAC) ઉપર ૧૫ મી જુનના રોજ રાત્રે ભારત અને ચીનના સૈનિકો
વચ્ચે થયેલી હિંસક અઠડામણમાં એક ભારતીય કર્નલ સહિત ઓછામાં ઓછા ૨૦ સૈનિકો શહીદ થયા
છે અને સંખ્યાબંધ સૈનિકો ઘાયલ થયા છે તેમના પ્રતિ સંવેદના વ્યકત કરતાં ધારાસભ્યશ્રી વિરજીભાઇ
ઠુંમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું છે કે, વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર છેલ્લાં કેટલાક
સમયથી ચીન તરફથી જે પડકાર ઉભો કરવામાં આવી રહ્યો હતો તે પડકારને પહોંચી વળવા
વિરોધપક્ષોના નેતાઓ દ્વારા મોદી સરકારને વારંવાર ચેતવવામાં આવતી હતી. પરંતુ મોદી સરકારે
વિરોધપક્ષોની ચેતવણીની અવગણના કરી અને ઉદાસીન વલણ અપનાવ્યું તેના પરિણામે પુર્વ
લદ્દાખમાં ગલવાન ઘાટીમાં વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી
હિંસક અઠડામણમાં એક ભારતીય કર્નલ સહિત ઓછામાં ઓછા ૨૦ સૈનિકો શહીદ થયા છે અને
સંખ્યાબંધ સૈનિકો ઘાયલ થયા છે ત્યારે દેશના પ્રધાન સેવક મોદીજીએ આ ગંભીર સમસ્યા અંગે મૌન
ધારણ કરવાના બદલે ભારતીય સૈનિકોની શહાદતનો તાત્કાલિક બદલો લેવો જોઇએ અને ૫૬ ઇંચની
છાતીના દર્શન કરાવવાં જોઇએ તેમ હું માનું છું.

Follow Me:

Related Posts