fbpx
અમરેલી

જાફરાબાદ તાલુકાના ખેડૂતોને જે સહાય પેટે ગત્ વર્ષે ના રૂપિયા ચૂકવવા ના છે તે આજ એક વર્ષ સુધી ચુકવેલ નથી તો તાકીદે સરકાર ચુકવે જેથી જે થી ખેડૂતો પોતાના ખેતર માટે ખાતર બીયારણ લઈ શકે તેવી સરકારમાં રજૂઆત કરતા ટીકુભાઈવરૂ

જાફરાબાદ તાલુકાના ખેડૂતોને ગ્રાન્ટના અભાવે ગત વર્ષના જમીન ધોવાણના પૈસા મળ્યા નથી. ત્યારે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ નાણાં ચૂકવાયા નથી. તેમજ અહીની તાલુકા કચેરીમાં ઓપરેટરની મનમાનીના કારણે ખેડૂતો યોગ્ય જાણકારી પણ મળતી નથી. જાફરાબાદ તાલુકાનાં ૪૫ ગામના ૧૦૦૦ ખેડૂતોને ગ્રાન્ટના અભાવે ગત સાલના જમીન ધોવાણના નાણાં મળ્યા જ નથી. અનેક વખત તાલુકા અને જિલ્લા ખેતીવાડી અધિકારીને રજુઆત કરી છે. પણ આજદિન સુધી ખેડૂતોના ખાતામાં પૈસા મળ્યા જ નથી. તેમજ અહીંની તાલુકા કચેરીમાં કરાર આધારિત ઓપરેટરોનો રુઆબ જોવા મળે છે. ખેડૂતોને પૂરતી માહિતી પણ મળતી નથી. છેલ્લા એક વર્ષથી રજુઆત કરી થાકેલા ખેડૂતોએ રાજકીય આગેવાનોને રજુઆત કરી હતી. ત્યારે આજે જિલ્લા પંચાયતના સદસ્ય ટીકુભાઈ વરૂએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી. તેમજ આગામી દિવસમાં ખેડૂતોને જમીન ધોવાણના પૈસા નહીં મળે તો કોર્ટમાં જવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

Follow Me:

Related Posts