fbpx
અમરેલી

અમરેલી પાલિકાએ મિલ્‍કતવેરામાં કોઈ વધારો કર્યો નથી

અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ જયંતિભાઈ રાણવા તથા ચીફ ઓફિસર એલ.જી. હુણની સંયુકત નિવેદન છે કે, ગુજરાત સરકાર ઘ્‍વારા આત્‍મનિર્ભર યોજના પેકેજ અંતર્ગત શહેરી વિસ્‍તારની રહેણાંક મિલ્‍કતો તેમજ વાણિજય મિલ્‍કતોમાં વેરામાફી યોજના અમલમાં લાવેલ છે. તે મુજબ અમરેલી શહેરી વિસ્‍તારમાં આવેલ કોમર્શીયલની મિલ્‍કતોને વર્ષ ર0ર0-ર1ના મિલ્‍કત વેરામાં સમયસર ચુકવણી કરવામાં આવે તો ર0% વતળર રાહત પેકેજ યોજના અન્‍વયે તેમજ નગરપાલિકા ઘ્‍વારા પ% વળતર મળી કુલ રપ% વર્ષ ર0ર0- ર0ર1ના મિલ્‍કત વેરામાં વળતર આપવામાં આવશે. તેમજ શહેરી વિસ્‍તારની રહેણાંક મિલ્‍કતોમાં વર્ષ ર0ર0- ર0ર1ના મિલ્‍કત વેરાની તા. 31/7/ર0 સુધીમાં ચુકવણી કરવામાં આવે તો 10% વળતર રાહત પેકેજ યોજના અન્‍વયે તેમજ નગરપાલિકા તરફથી પ% વળતર મળી કુલ 1પ% વળતર આપવામાં આવશે તો નગરપાલિકા વિસ્‍તારમાં મિલ્‍કત ધારકોને આરાહત પેકેજ યોજના અન્‍વયે લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. તેમજ મિલ્‍કત ધારકોને વર્ષ ર0ર0-ર1ના માંગણા બીલની જરૂરિયાત નથી વર્ષ ર019-ર0ના વર્ષનું માંગણા બીલ અથવા પહોંચ રજુ કર્યેથી વેરાની રકમ ભરી શકશે. વધુમાં જણાવેલ છે કે, તાજેતરમાં અખબારમાં તેમજ ન્‍યુઝ ચેનલોમાં અમરેલી નગરપાલિકા ઘ્‍વારા પાણીકર, સફાઈ કર અને સ્‍ટ્રીટલાઈટ કરમાં તોતીંગ વધારો કરેલ છે તેવા સમાચારો પ્રસિઘ્‍ધ થયેલ હતા. જે અંગે જરૂરી સ્‍પષ્‍ટતા કરવાની કે નગરપાલિકા ઘ્‍વારા વર્ષ ર0ર0- ર0ર1માં આવા કોઈપણ પ્રકારના કરવેરામાં વધારો કરવામાં આવેલ નથી અને વર્ષ ર0ર0-ર0ર1નાં માંગણા બીલમાં અગાઉ મુજબ જ વેરો આકારવામાં આવેલ છે જેની અમરેલીની જાહેર જનતાને નોંધ લેવા અનુરોધ કરવામાં આવે છે તેમ અંતમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts