BSNL દ્વારા બગસરા અને ચલાલામાં ફરિયાદ નિવારણ માટે ‘ટેલિફોન અદાલત’નું આયોજન
અમરેલી દુરસંચાર વિભાગ પોતાના ગ્રાહકો માટે વારંવાર થતી ફરિયાદોના નિવારણ તથા સંતોષકારક સેવા માટે સતત પ્રયત્નશીલ છે. આમ છતાં બગસરા અને ચલાલા કોઈ ગ્રાહકની ફરિયાદ હોય અને સબંધિત અધિકારીઓને જાણ કરવા છતાં નિરાકરણ ન આવ્યું હોય તો તેવા ટેલિફોન ધારકો માટે ખાસ ‘ટેલિફોન અદાલત‘નું આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમ ૨૯/૦૬/૨૦૨૦ ના રોજ બગસરા ટેલિફોન ઓફિસ ખાતે અને ૧૦/૦૭/૨૦૨૦ના રોજ ચલાલા ટેલિફોન ઓફિસ ખાતે રાખવામાં આવ્યો છે. ટેલિફોન ધારકોએ બગસરા માટે ૨૫/૦૬/૨૦૨૦ સુધીમાં અને ચલાલા માટે ૦૨/૦૭/૨૦૨૦ સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે. આ અરજીઓ સાદા કવર ‘ટેલિફોન અદાલત ૨૦૨૦-૨૦૨૧‘ લખીને મોકલી આપવા BSNL તરફથી મળેલ યાદીમાં જણાવાયું છે.
Recent Comments