બાબરાની કાળુભાર નદીમાં નર્મદામૈયાનું આગમન થતાં ભાજપીઓ દ્વારા વધામણા
બાબરામાં સૌની યોજના લીંક 4 વિભાગ પ નાં વાલ્વ સાંસદ નારણભાઈ કાછડીયા ઘ્વારા બે દિવસ પહેલા ખોલવામાં આવતાં કાળુભાર નદીમાં પાણી આવ્યું હતું. જેની આજે શહેર ભાજપ ઘ્વારા વધામણી કરવામાં આવી હતી. શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા, માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા, શહેર ભાજપ મહામંત્રી બીપીનભાઈ રાદડીયા, વસંતભાઈ તેરૈયા, ભુપેન્દ્રભાઈ બસીયા, ડાયાભાઈ શેલિયા, ભુપતભાઈ બસીયા, મનીશભાઈ દરજી, પ્રતાપભાઈ ખાચર, નરૂભાઈ ત્રિવેદી, રમેશભાઈ દસલાણીયા સહિતનાં આગેવાનો ઘ્વારા આજે કાળુભાર નદીના કાંઠે નમામી દેવી નર્મદેના જયઘોષ સાથે પાણીનાં વધામણા કરવામાં આવ્યા હતા.
Recent Comments