રાજુલામાં હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા એ.સી.બી હાથે ઝડપાયો
રાજુલાના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધનસુખભાઈ ઠાકરશીભાઇ બ.નં. 821 એ એક મારામારીના ગુનાના આરોપીને બીજા ગુના માં પકડવા અને ગામમા ફેરવી મારવાની બીક બતાવીને રજુ કરતી વખતે માર નહી મારવા અને હેરાન નહી કરવાના બદલામા પાંચ હજારની લાંચ માંગતા અને તે પેટે અઢી હજાર જે તે વખતે લઇ લીધા બાદ આજે પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ રૂમમાં જ અમરેલી એ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.દવે.તથા ઉમેદભાઇ ધાધલ સહિતના પો.સ્ટે. સ્ટાફ દ્વારા અઢી હજારની લાંચ લેતા રંગે હાથે પકડી લીધો હતો.
Recent Comments