fbpx
અમરેલી

અમરેલીમાં રાહુલ ગાંધીનાં જન્‍મદિને કોંગ્રેસ દ્વારા કોરોના વોરિયર્સનું સન્‍માન

તારીખ 19/6ના રોજ કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીનો જન્‍મ દિવસ હતો. આ દિવસ આપણા માટેજ નહિ પરંતુ સમગ્ર દેશની પ્રજા માટે મહત્‍વનો છે કોવીડ -19ની મહામારીના કપરા સંજોગોમાં રાહુલ ગાંધીએ જન્‍મદિવસ નહિ ઉજવવાનો નિર્ણય કર્યો હતો. રાહુલ ગાંધીના જન્‍મદિવસ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજયના દરેક જીલ્લામાં દરેક જગ્‍યાએ કોરોના વોરીયર્સ ડોક્‍ટર, પેરામેડીકલ સ્‍ટાફ, સફાઈ કામદાર, આશા વર્કર તથા રાહત કાર્ય કરનાર કોંગ્રેસ કાર્યકરનું સન્‍માન કરવાનું આયોજન કરવામાં આવેલ હતું. અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 19/06ના રોજ અમરેલીમાં જીલ્લા આરોગ્‍ય અધિકારી, સિવિલ સર્જન, કોરોના સામે સતત કાર્ય કરતા ડોક્‍ટર વાળા તથા નર્સિંગ સ્‍ટાફ હેડ તથા સફાઈ કામદારોમાં કેસરી કલબ ચેરીટેબલ ટ્રસ્‍ટ, એપેક્ષ એજયુકેશન (અને) ચેરીટેબલ ટ્રસ્‍ટ અને નવસર્જન એજયુકેશન (અને) ચેરીટેબલટ્રસ્‍ટનું વર્તમાન કોરોના ગાઈડ લાઈનના ચુસ્‍ત પાલન સાથે સન્‍માન કરવામાં આવેલ હતું તથા દરેક કોરોના વોરીયર્સનું સન્‍માનપત્રપાઠવી સન્‍માન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં જીલ્લા કોંગ્રેસ મહામંત્રી જનકભાઈ પંડયા, પ્રદેશ મહિલા મંત્રી હંસાબેન જોશી, વસંતભાઈ કાબરીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી, વિપુલભાઈ પોંકિયા, માઈનોરીટી સેલના ફેઝલભાઈ ચૌહાણ, પરવેઝભાઈ, મનનભાઈ, લોક સરકાર ઇન્‍ચાર્જ સંદીપ પંડયા, બી.કે. સોળિયા, ચંદુભાઈ બારૈયા તથા હિરેનભાઈ ટીમાંણીયા સહીતના કોંગ્રેસ કાર્યકરો દ્વારા અલગ અલગ ટીમ બનાવી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો બાબરામાં રાષ્‍ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના જન્‍મ દિવસ નિમિતે શહેર અને તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા તાલુકાના અધિકારી અને પોલીસ અીધકારીઓનું સન્‍માન કરી રાહુલ ગાંધીના જન્‍મોત્‍સવની ઉજવણી કરી હતી. બાબરામાં શહેર અને તાલુકામાં કોરોના મહામારીમાં પોતાનો જીવ જોખમમાં મૂકી સતત પ્રજાના સ્‍વાસ્‍થ્‍યની ચિંતા કરી રાત દિવસ ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને તાલુકાના અને શહેરના વહીવટી અધિકારીઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જિલ્‍લા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળની આગેવાની હેઠળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ કરકર, નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, તાલુકાપંચાયતના પ્રમુખ ધીરૂભાઈ વહાણી, ઈકબાલભાઈ ગોગદા, જાહિદખાન ભોજવાણી, ચંદુભાઈ સાકરીયા, મુસાભાઈ પરમાર સહિતના સ્‍થાનિક કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

Follow Me:

Related Posts