fbpx
અમરેલી

સાવરકુંડલા : પીઠવડીથી ધાર વચ્‍ચે માર્ગ ઉપર પાણી નીકળ્‍યા

તાલુકાના પીઠવડી ધાર વચ્‍ચેના ડામર રોડની નીચેથી પાણી નીકળતા અતિ ખરાબ દુર્ઘટના બનતી અટકી ગઈ હતી. આ બનાવની જાણ તાલુકા પંચાયતના પ્રમુખ રાઘવજીભાઈ સાથલીયાને થતા તે ઘટના સ્‍થળે દોડી જઈ બનાવનું નિરીક્ષણ કરી યોગ્‍ય કરવા પીડબલ્‍યુડીને જાણ કરવામાં આવેલ હતી. આ અંગેના સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ રાઘવજીભાઈ સાવલીયાએ જણાવેલ હતું કે પીઠવડી ધાર વચ્‍ચેનો રોડ ડામર રોડ છે આ ડામર રોડની નીચેના ભાગેથી પાણી નીકળવાનો બનાવ બનેલ હતો. તેથી લોકોના જીવ અઘ્‍ધર તાલ થઈ ગયા હતા. આ રોડ વચ્‍ચે કોઈ દુર્ઘટના બને તે પહેલા તાલુકા પંચાયતના પ્રમુખ રાઘવજીભાઈ સાવલીયાને કરવામાં આવી હતી. જયારે લોકોના સાચા સેવક રાઘવજીભાઈ સાવલીયા ઘટના સ્‍થળે દોડી જઈ સ્‍થળની પરિસ્‍થિતિ જોઈ તાત્‍કાલિક પીડબલ્‍યુડીને જાણ કરી સ્‍થળ પર બોલાવી રસ્‍તો તાત્‍કાલિક રીપેરીંગ કરવા કડક સૂચના આપવામાં આવી હતી. એટલે ડામર રોડની નીચેથી પાણીનીકળે તે કેવી બાબત ગણાય પરંતુ ? અને તે પીઠવડી અને ધાર રોડ બંધ ના રહે એ માટે તાત્‍કાલિક રીપેરીંગ કરવા માટે પ્રજાના સાચા લોકસેવક રાઘવજીભાઈ સાવલીયાએ યોગ્‍ય કરવા લાગતા વળગતા વાળાને સૂચના આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts