fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ 3 પોઝિટિવ કેસ : કુલ ૪૨ કેસો નોધાયા

આજે તા. 21 જુનના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયેલ છે. અમરેલી આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર અમરેલી સરદાર નગરમાં 29 વર્ષીય પુરુષ કે જે તા. 17 જુનના મુંબઈથી આવ્યા હતા એમનો કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત ખાંભા માં 40 વર્ષીય પુરુષ એમનો પણ કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત
ખાંભાના તાલડા ગામે 45 વર્ષીય પુરુષ કે જે તા. 9 જુનના સુરતથી આવ્યા હતા આમ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૪ દર્દીઓના દુઃખદ અવસાન થયા છે અને ૧૪ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. કુલ ૪૨ પોઝિટિવ કેસમાંથી હાલ 24 એક્ટિવ કેસ નોંધાયેલા છે.

હાલ, આ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને કોરેન્ટાઈન કરવાની તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે

Follow Me:

Related Posts