fbpx
અમરેલી

ગઢડા જૂના સ્વામિ.મંદિરના બે સંતો અને સતદેવીદાસ આશ્રમના સાધુ સામે બોટાદની મહિલાએ દુષ્કર્મની ફરિયાદ : 3 સાધુ ઝડપી પાડતી અમરેલી પોલીસ

નારાયણનગર ગામે મહીલાને મજુરીકામે બોલાવી અવાર નવાર બળાત્કાર કરતા ત્રણ સાધુ ભગતો વિરુધ્ધ ગુન્હો દાખલ કરી ગુન્હાના આરોપીઓને ગણતરીના કલાકોમા શોધી કાઢતી (દામનગર) અમરેલી પોલીસ
છેલ્લા દોઢેક વર્ષથી બોટાદ ગામની મહીલાને નારાયણનગર ગામે સતદેવીદાસના આશ્રમમા મજરુકામ અર્થે બોલાવી રૂમમા ગેરકાયદે રાખી મહીલાને ઉપર ચોરીના ગુન્હામા પકડાવી દેવાની ધમકી આપી અવારનવાર બોલાવી સતદેવીદાસ આશ્રમના સાધુ તથા સ્વામીનારાયણ મંદીર ગઢડા ના બે સ્વામી ભગત અવારનવાર બળાત્કાર ગુજારતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી મે.પોલીસ અધિક્ષક શ્રી નીર્લીપ્ત રાય સાહેબ તથા ના.પો.અધિ.શ્રી એમ.એચ.રાણા સાહેબની સુચના અન્વયે દામનગર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.વી.એલ.પરમાર દ્રારા મજકુર મહીલા બેનની ફરીયાદ લઇ આરોપીઓએ આગોતરૂ કાવતરૂં રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવાના ઇરાદે મજકુર મહીલાને મજુરી કામ અર્થે નારાયણનગર ગામે બોલાવી રૂમમા રાખી મજકુર મહીલાની મરજી વિરુધ્ધ કોઇને કહેશે તો ચોરીના ગુન્હામા પકડાવી દેવાની ધમકી આપી ત્રણેય આરોપીઓએ વારંવાર અલગ અલગ દિવસોમા બોલાવી બળાત્કારી કરી ગુન્હામા એકબીજાએ મદદગારી કરી ગુન્હો કરેલ હોય જે આરોપીઓ (૧) રઘુરામ ભગત રહે.નારાયણનગર તા.લાઠી જી.અમરેલી (૨) જગદિશ ભગત રહે.જુના સ્વામીનારાયણ મંદીર ગઢડા તા.ગઢડા જી.બોટાદ (૩) ભાવેશ ભગત રહે.જુના સ્વામીનારાયણ મંદીર ગઢડા તા.ગઢડા જી.બોટાદ વાળાઓને ગણતરીના કલાકોમા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવા હાથ ધરેલ છે.

Follow Me:

Related Posts