સૌની યોજનામાં સોશ્યલ ડીસ્ટન્ટ રાખ્યા સિવાય મંત્રીશ્રીઓ ફોટો સેશન કરી જાણે ડેમ ભરવાની બહાદુરી દાખવી હોય તેવા કાર્યક્રમો કરી ખેડુતો અને જનતાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો : વીરજી ઠુંમર
સૌની યોજના મારફત ડેમમાં પાણી ભરવા માટે ભાજપની સરકારે મોટા દેખાડા કરી પાણી
ભરવામાં નિષ્ફળ ગઈ છે તે અંગે ખેદ વ્યકત કરતાં લાઠી – બાબરાના ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે
જણાવ્યું હતુ કે, કોરોના વાયરસ જેવી ભયંકર પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે સોશ્યલ ડીસ્ટન્ટ રાખ્યા
સિવાય મંત્રીશ્રીઓ ફોટો સેશન કરી જાણે ડેમ ભરવાની બહાદુરી દાખવી હોય તેવા કાર્યક્રમો કરી ખેડુતો
અને જનતાને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કર્યો હતો. તો તે અંગે ધારાસભ્યશ્રી ઠુંમરે જાણવા માગ્યું
હતું કે, આપે વાલ્વ ખોલ્યા પછી બાબરા તાલુકાના, અમરેલી જિલ્લાના તેમજ સૌરાષ્ટ્રના કેટલા ડેમો
ભરવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને કેટલા ડેમોમાં કેટલા MCFT પાણી આવ્યું છે તેના આકડા ભાજપ
સરકાર જાહેર કરે. વરસાદ આવે ત્યારે દિવડા મુકવામાં ભાજપના આગેવાનો જાણે લોકહિતની કોઇ
કામગીરી થાય છે કે કેમ તેમાં ધ્યાન આપે છે ખરા ? કે માત્ર વાહવાહી લુટવા માટે આ ડેમ ભરવામાં
મારા પ્રયાસો છે ફલાણા ડેમ ભરવામાં મારા પ્રયાસો છે તેવા માત્ર વાહીયાત નિવેદન કરી હકીકતલક્ષી
કેટલા ડેમમાં કેટલા MCFT પાણી ભરાયા છે અને કેટલા ડેમ ભરવાના છે તેના ખરેખર આકડાઓ
ભાજપ સરકાર જાહેર કરે તેમ શ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું હતું.
Recent Comments