fbpx
અમરેલી

જાણીતા યુવા તબીબ, ડેન્ટીસ્ટ ડો.તુષાર બોરાણીયાનું સરંભડાના લેખક જીતેશ દોંગા દ્વારા પુસ્તકથી સન્માન

અમરેલીમાં ઓમ ડેન્ટલ ક્લીનીકના માધ્યમથી જિલ્લાના દર્દીઓમાં પોતાના સાલસ,સરળ,મિતભાષી સ્વભાવ તથા મધ્યમ વર્ગ તથા ગરીબ દર્દીઓ પ્રત્યેની તમની માનવતાસભર ટ્રીટમેંટ આપવાની આગવી શૈલી માટે જાણીતા છે ઉપરાંત ડો. તુષાર બોરાણીયા ખુબજ આબેહૂબ પેંટિંગ પણ કરે છે તથા પશુ તથા કુદરતી નજરાને પોતાના કેમેરામાં કેદ કરવાનો આગવો શોખ ધરાવે છે. પરિણામે માત્ર અમરેલી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં તબીબી જગતમાં ખુબજ ઊંચું સન્માન તથા લોકપ્રિયતા ધરાવે છે ત્યારે ડો.તુષાર બોરાણીયાના પોતાના દર્દીઓ પ્રત્યેની માનવતા, સેવા તથા તેમના ધરબાયેલી એક આદર્શ કલાકાર તસવીરકારા તથા ચિત્રકાર તરીકેની પ્રોત્સાહિત કરવાના ભાવ સાથે બેંગલોર સ્થિત અમરેલીતાલુકાનાં સરંભડા ગામના વાતની, લેખક જીતેશ દોંગા દ્વારા સ્વલિખિત પુસ્તક “રામભાઇ” અર્પણ કરીને, સન્માન કરીને તુષાર બોરાણીયાનું સન્માન કર્યું હતું આ તકે ડાયનેમિક ગૃપ-અમરેલીના પ્રમુખ હરેશ બાવીશીએ જણાવ્યુ હતું કે તુષાર બોરાણીયા એટલે માનવતા અને કલાનો સમન્વય.

Follow Me:

Related Posts