fbpx
અમરેલી

સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિર તા૨૫/૬થી ૨૫/૭ સુધી સંપૂર્ણ બંધ રહેશે શ્રધ્ધાળુ ભાવિકો ના હિત માં પૂજારી પરિવારો અને ટ્રસ્ટી મંડળ નો જનહિત નિર્ણય

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર જન હિત તા૨૬/૬/થી ૨૫/૭ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે સર્વ સેવક સમુદાય ભાવિક દર્શનાર્થીઓ ના હિત માં પૂજારી પરિવાર અને ટ્રસ્ટી મંડળ નો સરાહનીય નિર્ણય વૈશ્વિક મહામારી કોવિડ૧૯ ના અમરેલી જિલ્લા માં વધતા જતા સંક્રમણ થી ભાવિક દર્શનાર્થીઓ ભોગ ન બને તેની સતત ચિંતા વ્યક્ત કરતા સર્વ પૂજારી પરિવાર અને ટ્રસ્ટી મંડળ નો સંયુક્ત નિર્ણય લાંબા લોકડાઉડ બાદ અનલોક ૧ માં મંદિર ખોલવા થી મળેલ છૂટછાંટ પછી નામદાર સરકાર ની ગાઈડ લાઇન થી સોશ્યલ ડિસ્ટન્ટ થર્મલ ગન સેનીટાઇઝ માસ્ક સહિત ના પાલન થી દર્શનાર્થીઓ માટે ખુલવા પામેલ પણ અમરેલી જિલ્લા માં સતત વધતા જતા કોરોના ના કેસો થી ચિંતિત પૂજારી પરિવારો અને ટ્રસ્ટી મંડળ દ્વારા ભુરખિયા હનુમાનજી મંદિર આગામી તા૨૫/૭/૨૦૨૦ સુધી બંધ રહેશે તેથી સર્વ ભાવિકો શ્રધ્ધાળુ ઓ ને અનુરોધ છે પૂજારી પરિવાર દ્વારા દૈનિક નિયત સમયે દાદા ની આરતી માત્ર પૂજારી પરિવાર દ્વારા કરાશે સરકાર દ્વારા કોઈ ચૂસના કે મનાઈ નથી પણ વૈશ્વિક મહામારી ના વધતા ફેલાવા થી જનહિત માં સ્વંયમ સવિવેક નિર્ણય કરતા ભુરખિયા હનુમાનજી મંદિર પૂજારી પરિવાર અને ટ્રસ્ટી ઓ જાહેર માં લેવાયેલ નિર્ણય માં સહકાર નો અનુરોધ કરાયો હતો.

Follow Me:

Related Posts