fbpx
અમરેલી

માસ્ક અને જાહેરનામા ભંગના દંડની કાર્યવાહીના વિરોધમાં જાફરાબાદમાં વેપારીઓએ બંધ પાળ્યો

અમરેલી: જાફરાબાદ શહેરમાં પોલીસ અને વહીવટ તંત્ર દ્વારા માસ્ક અને જાહેરનામા ભંગના દંડની વધારે પડતી કાર્યવાહીના કારણે વેપારીઓ દ્વારા જાફરાબાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. વેપારી એસોસિએશન દ્વારા બંધના એલાનને તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા

લોકડાઉન દરમિયાન માસ્ક નહી પહેરનારા અને જાહેરનામાનો ભંગ કરનાર સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા વેપારી એસોસીએશન દ્વારા આજે તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વેપારીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા તેઓએ ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. જેથી આજે શહેરમાં સજ્જ બંધ પાળવામાં આવ્યો હતો

Follow Me:

Related Posts