fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભયજનક રીતે કોરોના વિસ્ફોટ સાથે ફેલાય રહ્યો છે. અમરેલી જિલ્લાની એક માત્ર ન્યુઝ ચેનલની અમરેલી જિલ્લાને જનતાને અપીલ.

અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભયજનક રીતે કોરોના વિસ્ફોટ સાથે ફેલાય રહ્યો છે. અમરેલી જિલ્લાની એક માત્ર ન્યુઝ ચેનલની અમરેલી જિલ્લાને જનતાને અપીલ.છેલ્લા બે દિવસથી અમરેલી જિલ્લામાં કોરોના કેસ ભયજનક રીતે નોંધાઇ રહ્યા છે. તા. 28 અને 29 એમ
બન્ને તારીખોમાં 10 10 પોઝિટિવ કેસ નોંધાઇ ચુક્યા છે બન્ને દિવસોમાં ખાસ કરીને તા. 28 ના
રોજ 10 માંથી 8 જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છે અને તા.29 ના રોજ 10 માંથી 5 શહેરી
વિસ્તારમાં છે એટલે અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ કહેર મચાવીને અમરેલી શહેરમાં
શહેરી વિસ્તારમાં અડિંગો જમાવ્યો છે તે અમરેલી શહેર માટે બહુ જ ખતરાની ઘંટી સમાન છે.
ત્યારે અમરેલી જિલ્લાની એક માત્ર ન્યુઝ ચેનલ સિટીવોચ ન્યુઝ ચેનલ અમરેલી શહેર અને
જિલ્લાની જનતાને સહૃદયી અપીલ કરે છે કે મહેરબાની કરીને આપણે બધાએ ભેગા થઈને જ
અમરેલી જિલ્લાને બચાવવાનું છે, કોઈએ કામ સિવાય બહાર નીકળવું નહિ નાના બાળકો અને
મોટી ઉંમરના વૃદ્ધ માતા પિતાને ઘરની બહાર નીકળે નહિ તે ખાસ ધ્યાન રાખવાનું છે. કામ
અર્થે બહાર જવાનું થાય તો માસ્ક ફરજીયાત પહેરીને નીકળવું કારણ કે અત્યારે કોરોના સંક્રમણ
પિરિયડમાં છે તેથી કોઈ કોરોના વળી વ્યક્તિ બાજુમાં હશે તો પણ ખ્યાલ નહિ આવે, ખરીદી
કરવા જઈએ ત્યારે સોશ્યલ ડિસ્ટનસિંગ નું પાલન અવશ્ય કરવું, ટોળા ઉભા ન કરવા, રેગ્યુલર
સેનેટરાઈઝરનો ઉપયોગ કરવો હેન્ડ વોશ કે સાબુથી હાથ દર કલાકે ધોવાનો આગ્રહ રાખો. તો
અમરેલી શહેર/જિલ્લાના દરેક નગરવાસીઓને વિનંતી જાહેતનામાં નો ભંગ નહિ કરીને અમરેલી
જિલ્લાની જનતા એક થઈને કોરોનાને મ્હાત આપીએ.

Follow Me:

Related Posts