fbpx
અમરેલી

પી.જી.વી.સી.એલ – લાઠી માં કર્મચારીઓ ને પ્રર્વતમાન કોવિડ –૧૯ મહામારી સામે રક્ષણ મેળવવા રોગપ્રતિકારક શકિત વર્ધક દવા આર્સેનિક આલ્બમ ( હોમિયોપેથીક ) , વિટામીન – સી વિથ ઝિંક તથા N 95 માસ્ક નું વિતરણ કરાયું

હાલ ના સમય માં જયારે સમગ્ર વિશ્વ કોરોના નામક મહામારી નો સામનો કરી રહયું છે . અને લાઠી શહેર તથા તાલુકા માં પણ કોરોના પોઝીટીવ કેસ આવેલ છે . આ મહામારી માં લોક ડાઉન ના સમય માં પણ પીજીવીસીએલ –લાઠી ના વિજકર્મીઓ એ પોતાની ફરજ બાખૂબી નિભાવી લોકડાઉન ને સફળ બનાવવા મહતમ યોગદાન આપેલ છે . વિજકર્મીઓ ની સેવા એ સતત ફિલ્ડ વર્ક સાથે જોડાયેલી હોય , જેથી કર્મચારીઓ પોતાની રોગપ્રતિકારક શકિત વધારી સુરક્ષિત રહે તથા આ મહામારી સામે રક્ષણ મેળવી શકે તેવા શુભ હેતુસર જેટકો કંપની ના પરિપત્ર થી પ્રેરીત થઈ દરેક કર્મચારીઓ ને આર્સેનિક આલ્બમ ( હોમિયોપેથીક દવા ) , વિટામીન – સી વિથ ઝીક તથા N 95 માસ્ક નું વિતરણ કરાયું હતું . આવા કપરા સમય માં કર્મચારીઓ ના કામ સાથે તેના સ્વાધ્ય ની પણ ચિંતા કરાતા લાઠી પીજીવીસીએલ ની આ કામગીરી થી તમામ કર્મચારીઓ એ આનંદ અને પોતીકાપણા ની ભાવના વ્યકત કરી હતી . આ ઉમદા કાર્ય માટે નાયબ ઈજનેર શ્રી એમ.એમ.કડછા જુનિ . ઈજનેર શ્રી એસ.આર.પટેલ શ્રી . એસ.આર.સરધારા , કુ . એ.પી.સરખેજીયા એ ભારે જહેમત ઉઠાવેલ હતી . તથા અનલોક જાહેર થયા બાદ પણ દરેક લોકો એ ફરજીયાત માસ્ક પહેરવું , હાથ સેનેટાઈઝ કરવા , સોશીયલ ડિસ્ટન્સીગ જાળવવું તથા ખુબ જરૂરી હોય તો જ ઘર ની બહાર નીકળવા અંગેનો સંદેશ જાહેર જનતા ને પાઠવેલ હતો .
Follow Me:

Related Posts