fbpx
અમરેલી

અમરેલી, જાફરાબાદ, લીલીયા, સાવરકુંડલા સહિત અનેક સ્‍થળોએ વ્‍યાપક વરસાદ

અમરેલી શહેર સહિત જિલ્‍લાના મોટા ભાગના વિસ્‍તારોમાં હળવા ઝાપટાથી લઈ અઢી ઈંચ સુધીનો ધોધમાર વરસાદ પડતા લોકોમાં સમયસરના વરસાદને લઈ હરખની હેલી જોવા મળી હતી.ગઈકાલે સવારથી જ આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા અને સવાર સવારમાં જ અમરેલી, જાફરાબાદ, લીલીયામાં વરસાદ પડયો હતો અને બાદમાં દિવસ દરમિયાન જિલ્‍લાના અનેક વિસ્‍તારોમાં વરસાદ પડયો હતો.અમરેલી શહેર ઉપરાંત ચિતલ,જસવંતગઢ, શેડુભાર, માચીયાળા, મોણપુર, રાંઢીયા સહિતના ગામોમાં પણ વરસાદ પડયો હતો.જયારે સાવરકુંડલા શહેર, ભમોદરા, શેલણા, ધોળા, પીપરડી, ગાધકડા સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વરસાદ પડયો હતો.રાજુલા શહેર તથા રામપરા, જાફરાબાદ, કાગવદર, લુણસાપુર, નાગેશ્રી, ચૌત્રા, બારમણ, લોઠપુર વિગેરેમાં પણ વરસાદ પડયો હતો.વડીયા-કુંકાવાવ, રાંદલના દડવા, બગસરા, લુંધીયા, મુંજીયાસર, રફાળા સહિતના ગામોમાં પણ વરસાદ પડયાના અહેવાલો મળી રહયા છે.જયારે લાઠી, દામનગર, અકાળા, નાના રાજકોટ, દુધાળા, બાબરા, ચમારડી, વાવડી, મોટા દેવળીયા, ધરાઈ સહિતના ગામોમાં વરસાદ પડયો હતો.ગીરકાંઠાનાં ધારી, દુધાળા, દલખાણીયા, આંબા, સોઢાપરા, મીઠાપુર, કાંગસા સહિતના ગામોમાં પણ વરસાદ પડતા લોકોમાં હરખની હેલી જોવા મળી હતી.

આજે સવારે 6 કલાકે પુરા થતાં ર4 કલાકમાં અમરેલીમાં ર7 (ર49) મી.મી., ખાંભામાં 30 (ર64) મી.મી., જાફરાબાદમાં 16 (79) મી.મી., ધારીમાં ર9 (194) મી.મી., બગસરામાં 36 (ર16) મી.મી., બાબરામાં 7 (138) મી.મી., રાજુલા 8 (196) મી.મી., લાઠીમાં ર3 (181) મી.મી., લીલીયામાં 30 (3ર7) મી.મી., વડીયામાં 4પ (ર4પ) મી.મી., સાવરકુંડલામાં 16 (ર30) મી.મી. વરસાદ પડયાનું ફલડકંટ્રોલરૂમમાં નોંધાયું હતું.

 

Follow Me:

Related Posts