fbpx
અમરેલી

કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો જારી કરતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ. બી. પાંડોર સાહેબ

હાલ કોવિડ-૧૯ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ. બી. પાંડોર દ્વારા તકેદારીના ભાગરૂપે લોકોની અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ કલમ ૧૪૪ હેઠળ કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. જેના અનુસંધાને સમગ્ર અમરેલી જિલ્લામાં પાંચથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સભા-સરઘસરાજકીય – ધાર્મિક કાર્યક્રમો કે મેળાવડા ઉપર સખ્ત પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક વ્યક્તિએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે અને સોશ્યલ ડિસ્ટન્સીન્ગના નિયમોનો ચુસ્ત અમલ કરવાનો રહેશે. જાહેર સ્થળોએ થૂંકવા પર કે ગંદકી ફેલાવવા ઉપર દંડ વસુલવામાં આવશે.સમગ્ર જિલ્લામાં રાતના ૧૦ થી સવારના ૫ સુધી અતિ આવશ્યક સેવા સિવાય બિનજરૂરી અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧૦ વર્ષથી નીચેના બાળકો૬૦ વર્ષથી ઉપરના વડીલોસગર્ભા બહેનો અને શારીરિક અસ્વસ્થ વ્યક્તિને ઘરમાં જ રહેવા સલાહ આપવામાં આવી છે. કોવિડ-૧૯ અંગે ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ હુકમ ૩૧-૭-૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાપાત્ર ઠરશે.

Follow Me:

Related Posts